લુણાવાડામાં 18 લાખના ખર્ચે બનેલી ગટર જોખમી - At This Time

લુણાવાડામાં 18 લાખના ખર્ચે બનેલી ગટર જોખમી


લુણાવાડા નગરપાલિકામાં લાંબા સમય બાદ ભાજપનું શાસન આવ્યું છે. ત્યારે લુણાવાડા શહેરમાં સારો વિકાસ થશે તેવી જનતાને આશા હતી. પણ આશા ઠગારી નીવડી છે. નગરમાં વિકાસના કામ થાય છે પણ ગુણવત્તા જળવાતી નથી. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લુણાવાડા નગરપાલિકા દ્વારા માર્કેટિંગ યાર્ડના દરવાજાથી પાનમ સ્મશાન સુધી રૂા.18 લાખથી વધુ રકમ ખર્ચ કરી 500 મીટર લંબાઈની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવાનું કામ ટેન્ડર પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ગટરનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા એકદમ હલકી કક્ષાનું મજબૂતાઈ વગરનું કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા એક ટ્રક ડ્રેનેજ પરનો સ્લેબ પરથી પસાર થતા સ્લેબ તુટી જતા ટ્રક ઊંડી ગટરમાં ઉતરી ગઈ હતી. લુણાવાડા ગોધરા હાઈવે રોડની બાજુમાં બનતી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ મજબૂતાઇ વાળી બનાવવી ખુબજ જરૂરી છે. કારણકે આ ડ્રેનેજ લુન્નાવાડા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે બની રહી છે. હલકી ગુણવત્તા વાળી ડ્રેનેજ પરનો સ્લેબ તૂટશે તો હોનારતની શક્યતા નકારી શકાતી નથી. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં નગરપાલિકા મુખ્ય અધિકારી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરે તે જરૂરી છે.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.