મનપાકર્મીને આંગળી ચીંધી કહ્યું: 'તને હજી ગરમી દેખાડી જ નથી, તું તારું કામ કર' કહી ઢોર છોડાવવા બેફામ વાણીવિલાસ કર્યો - At This Time

મનપાકર્મીને આંગળી ચીંધી કહ્યું: ‘તને હજી ગરમી દેખાડી જ નથી, તું તારું કામ કર’ કહી ઢોર છોડાવવા બેફામ વાણીવિલાસ કર્યો


રાજકોટ શહેરમાં ઢોરે ઢીંકે લેવાથી ઘાયલ થવાના બનાવ દિનપ્રતિદિન વધી રહ્યા છે. આ ઉપરાંત આવી ઘટનાઓ અટકાવવા માટે અને ઢોરને રસ્તા પર રખડતા અટકાવવા માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી રજિસ્ટ્રેશન કરવા માટે 60 દિવસની મુદત આપી છે, નહીંતર જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાશે. આ જાહેરનામાની અસર રાજકોટ શહેરના પશુપાલકો પર પડી જ નથી એવી ઘટના સામે આવી છે. શહેરના કણકોટ વિસ્તાર નજીક મનપાએ રખડતાં ઢોરને પકડતાં તેના ઢોરમાલિકોનું ટોળું ધસી આવ્યું હતું અને મનપાના વાહનને ઘેરી વળી ઉગ્ર બોલાચાલી કરી હતી. એમાં એક ઢોરમાલિકે વાહન પર ચડીને મનપાના કર્મચારીને આંગળી ચીંધીને કહ્યું હતું કે 'તને હજી ગરમી દેખાડી જ નથી. તું તારું કામ કર, હું મારું કામ કરું છું,' એમ કહીને દેકારો કર્યો હતો. ઢોર પુરાયેલા વાહન ઉપર ચડીને માલિકે બેફામ વાણીવિલાસ કરતાં મામલો તંગ બની ગયો હતો. ઘટનાના પગલે વિજિલન્સ પોલીસને દોડાવવી પડી હતી અને વિજિલન્સની ટીમે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.