MSU માં પઠાણ ગેંગે ફરી માથું ઊંચક્યું , કોમર્સ મેઈન – યુનિટ બિલ્ડિંગ પાસે બે વિદ્યાર્થી પર હુમલો , વિદ્યાર્થિનીની છેડતી કરી.
પાર્કિંગમાં વાહન અડી જવાની બાબતે યુનિવર્સિટીમાં વિદ્યાર્થી વિકાસ સંઘનાં તત્ત્વોના ટોળાની ખુલ્લેઆમ દાદાગીરી કોમર્સ ફેકલ્ટી પાસે વિદ્યાર્થીનું માથું ફોડી 15 લોકોની ગેંગે યુનિટ બિલ્ડિંગ જઇ બીજા વિદ્યાર્થીને લાકડા વડે માર્યો છાણી પોલીસ સ્ટેશન વડોદરા શહેર યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટી પાસે પાર્કિંગમાં વિદ્યાર્થીને બાઇક અડી જવા મુદ્દે એક વિદ્યાર્થી પર 10 થી 15 યુવાનોએ હૂમલો કર્યો હતો . યુનિટ બિલ્ડિંગ પર પણ એક વિદ્યાર્થીને આ જ ગેંગના વિદ્યાર્થીએ માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો . જ્યારે એસ . વાય બીકોમની વિદ્યાર્થિનીએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે યુનિટ બિલ્ડીંગ ખાતે જ અબુ તાલીબ , રીયાન પઠાણ અને શાહીદ શેખે તેની સામે અભદ્ર ઇશારા કરી છેડતી કરી તેનો પીછો કર્યો હતો . જેને પગલે પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી પોલીસ મથકે લઇ આવી હતી .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.