તિજોરીનું લોક રીપેર કરવાં આવેલા બે સરદારજી રૂ.55 હજારના દાગીના લઈ છું
હુડકો ક્વાર્ટરમાં રહેતાં સોની વૃદ્ધ દંપતીના મકાનમાં તિજોરીના લોક રીપેર કરવા આવેલા બે સરદારજીએ દંપતીની નજર ચૂકવી સોનાના દાગીના મળી રૂ.55 હજારનો મુદ્દામાલ ચોરી કરી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગે ભક્તિનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
વધુમાં, ફરિયાદી જયંતિભાઇ વિઠ્ઠલભાઇ સોની (ઉ.વ.72) (રહે. નવનીત ડેરી પાસે, જુનુ સબ સ્ટોપ, હુડકો કવાટર્સ બી- 89) એ જણાવ્યું હતું કે, તેઓ હાલ નિવૃત જીવન પસાર કરે છે. ગઇ તા.02ના તેઓ તથા તેના પત્નિ મીનાક્ષીબેન ઘરે હતાં ત્યારે સવારના અગિયાર વાગે બે અજાણ્યાં માથે ચોટલી બાંધેલ સરદારજી જેવા લાગતાં શખસો તેના ઘર આગળ આવી તાળાની ચાવી બનાવવા બાબતે પૂછ્યું હતું. જેથી તેમને ઘરની તિજોરીનું લોક બગડેલ હોય જેની ચાવી બનાવી આપવાનું કહ્યું હતું. જેથી બંને શખ્સોએ રૂ.80 માં ઘરની અંદર રાખેલ તિજોરીને લોકને રીપેરીંગ કરી ચાવી આપી ચાલ્યા ગયેલ હતાં.
બાદમાં ગતરોજ સાંજના સરદારજીએ બનાવેલ ચાવીથી લોક ખોલતાં લોક ખૂલેલ ન હતો,અને લોક તોડીને જોતાં ફરિયાદીના પત્નીના તિજોરીમાં રાખેલ સોનાના પાટલા - 4 રૂ.30 હજાર અને સોનાનું પેન્ડલ -1 રૂ.25 હજાર મળી રૂ.55 હજારના દાગીના અજાણ્યાં બે સરદારજી તેમની નજર ચૂકવી ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગેની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઇ એમ.એન.વસાવા અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ આદરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.