અમદાવાદ પોલીસ દ્વારા યાત્રાળુઓને સાવચેત કરવા અપનાવવામાં આવેલ નવતર અભિગમ
અમદાવાદ શહેરના પોલીસ કમિશનરશ્રી સંજય શ્રીવાસ્તવ તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી એમ.એસ. ભરાડા દ્વારાઅમદાવાદ શહેરના મણિનગર ખાતે યોજાયેલ કાંકરિયા કાર્નિવલ મેળામાં લોકોના મોબાઈલ પર્સની ઉઠંતરી તથા ચોરીના બનાવો અટકાવવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. આ માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ડી સ્ટાફ તેમજ she team ના ચુનંદા જવાનોને સાદા ડ્રેસમાં મેળામાં બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવેલ છે, સાથે સાથે *મોબાઈલ ચોરી તથા પર્સ ચોરીના ગુનાઓ અટકાવવા માટે લોકોને જાગૃતિ લાવવા પણ ખાસ વ્યવસ્થાકરવામાં આવેલ છે. *જેના કારણે લોકોના પર્સ અને મોબાઈલ ચોરીના બનાવોમાં ઘટાડો થાય
અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી એમ.એસ. ભરાડા તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી એ.એમ. મુનીયા દ્વારા કાંકરિયા કાર્નિવલ મેળામાં આવતા લોકોને સાવચેત કરવામાટે જે ડિવિઝન ના એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.પી. ઉનડકટ, પીએસઆઈ સી.બી.ગોસ્વામી તથા સ્ટાફના હે.કો. અર્જુનસિંહ, મિતેશકુમાંર, અશોકકુમાર, મહેન્દ્રસિંહ, ભીમાભાઇ, જામાભાઈ, મહેન્દ્રસિંહ, સંજયભાઈ, રાજુભાઈ, સહિતની ટીમ દ્વારા *જાહેર સ્થળોએ આશરે 100 જગ્યાઓ ઉપર લોકોને સાવચેતી રાખવા માટે પોસ્ટર લગાડવામા આવેલછે, તેમજ એફ.એમ. રેડિયો જૂનાગઢના આર.જે. અજય ની મદદથી ઓડિયો કલીપ બનાવી, કાંકરિયા કાર્નિવલ મેળામા જ્યાં જ્યાં માઈકની સુવિધાઓ હતી, ત્યાં ત્યાં તેમજ મહાનગર પાલિકા દ્વારા રાખવામાં આવેલ કન્ટ્રોલ રૂમ ઉપર આ કલિપ આપી, લોકોને સાવચેત રાખવા માટે બનાવવામાં આવેલ ઓડિયો ક્લિપ સમગ્ર કાંકરિયા કાર્નિવલ મેળામા આવતા લોકોને સંભાળાય શકે તેવી ખાસ વ્યવસ્થાગોઠવી, મેળામાં આવતા યાત્રાળુઓને વારંવાર સાવચેત રહેવા જાણ કરવાની અલગ વ્યવસ્થાના નવતર પ્રયોગ/અભિગમ હાથ ધરવામાં આવેલ છે
કાંકરિયા કાર્નિવલ મેળામાં આવતા યાત્રાળુઓની થોડી બેદરકારીના કારણે ઉઠાવગીરો ભીડનો ફાયદો ઉઠાવી, મોબાઈલ ચોરી, પર્સ ચોરી કરવામાં સફળ થતા હોય છે, જેથી મેળામાં આવતા લોકોને સાવચેત કરવા માટે જે ડિવિઝન ના એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.પી. ઉનડકટ, પીએસઆઈ સી.બી.ગોસ્વામી તથા સ્ટાફના હે.કો. અર્જુનસિંહ, મિતેશકુમાંર, અશોકકુમાર, મહેન્દ્રસિંહ, ભીમાભાઇ, જામાભાઈ, મહેન્દ્રસિંહ, સંજયભાઈ, રાજુભાઈ, સહિતની ટીમ દ્વારા જાહેર સ્થળોએ પોતાના મોબાઈલ , પર્સ, સામાન, સાંભળીને રાખવા, ખિસ્સા કાતરૂઓથી સાવધાન રહેવું, વિગેરે સૂત્રો લખેલા પોસ્ટર તથા ઉપરોકત બનાવેલ ઓડિયો કલીપ દ્વારા સતત કાંકરિયા કાર્નિવલ મેળામાં આવતા યાત્રાળુઓને સાવચેત કરવામાં આવે છે
અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી એમ એસ. ભરાડા તથા નાયબ પોલીસ કમિશનર શ્રી એ.એમ. મુનીયાદ્વારા યાત્રાળુઓને સાવચેત કરવા અપનાવવામાં આવેલ નવતર અભિગમ આધારે યાત્રાળુઓના મોબાઈલ, પર્સ, સર સામાનની ચીરીના બનાવો અટકાવવાપ્રયત્નો કરીસુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વનિભાવીપોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર અમદાવાદ શહેર પોલીસએ સાર્થક કર્યું છે
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.