ગુડ ગવર્નન્સના ઇનિશીએટીવના ભાગરૂપે વિવિધ વિભાગોના ૧૨ જેટલા પોર્ટલનું લોન્ચીંગ કરતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ - At This Time

ગુડ ગવર્નન્સના ઇનિશીએટીવના ભાગરૂપે વિવિધ વિભાગોના ૧૨ જેટલા પોર્ટલનું લોન્ચીંગ કરતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ


રાજ્યકક્ષાનાં 'સુશાસન દિવસ'ની ઉજવણીમાં ભાવનગર જિલ્લા કલેકટરશ્રી ડી. કે. પારેખ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા

કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ દર વર્ષે તા.૨૫ ડિસેમ્બરના રોજ 'ગુડ ગવર્નન્સ ડે' એટલે કે 'સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં તા.૧૯ ડિસેમ્બરથી ૨૫ ડિસેમ્બર સુધી રાજ્યના દરેક જિલ્લામાં 'સુશાસન સપ્તાહ'નું આયોજન કરવામાં આવતું હતું. આ સાથે આજરોજ રાજ્યકક્ષાએ યોજાયેલા 'સુશાસન દિવસ'ની ઉજવણીમાં ભાવનગર જિલ્લા કલેકટર શ્રી ડી. કે. પારેખ સહીત અન્ય અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા કલેકટર કચેરી ખાતેથી જોડાયા હતાં.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય શ્રી અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિમાં ગુડ ગવર્નન્સ ડે-સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે મહિલા અને બાળકલ્યાણ વિભાગની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે,આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓના વ્યક્તિગત લાભાર્થીઓ માટે,મહેસુલ વિભાગમાં સ્ટેમ્પ-ડ્યુટી અને દસ્તાવેજ નોંધણી માટેની ઓનલાઈન અરજીઓ, ફિશરીઝ પોર્ટલ સહિત વિવિધ વિભાગોના ૧૨ જેટલા વેબ-પોર્ટલ લોન્ચ કર્યા છે.

તેમણે ઉમેર્યું કે, સુશાસન અને ઈ-ગવર્નન્સ એ કોઈ વ્યકિતથી નહી પણ ટીમ સ્પીરીટ અને ટીમ વર્કથી જ આવી શકે છે. તેમણે સુશાસન ટકાવી રાખવા ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતુ.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના વરદ્ હસ્તે વર્ષ ૨૦૧૭-૧૮ તથા વર્ષ ૨૦૧૮-૧૯માં શ્રેષ્ઠ કામગીરી કરનારા જિલ્લા કલેક્ટરો તથા જિલ્લા વિકાસ અધિકારીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમજ મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યમાં સુશાસનની દિશામાં કરાયેલી શ્રેષ્ઠ કામગીરીઓ અંગેના પુસ્તકનું પણ વિમોચન કરાયું હતું.

આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટરશ્રી બી.જે.પટેલ, પ્રાંત અધિકારી શ્રી એમ.એન. ઝણકાટ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.