શહેરા તાલૂકાની શેખપુર પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયુ
શહેરા
શહેરા તાલુકાનુ ગણિત વિજ્ઞાન પ્રદર્શન શેખપુર પ્રાથમિક શાળા ખાતે યોજાયુ હતુ.તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટીયેડાના હસ્તે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેનાર બાળકોએ પોતે બનાવેલ કૃતિઓ વિશે જાણકારી આપી અને બાળકો થકી થયેલા શોધો ભવિષ્યમાં લોકો ઉપયોગી થાય અને ભાગ લેનાર તમામ બાળકો ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ પાઠવવામાં આવ્યા.શહેરા તાલુકાના આ પ્રદર્શનમાં કુલ પાંચ વિભાગોમાંથી કુલ 107 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને 107 કૃતિમાં 214 બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો. શેખપુર શાળા ખાતે આ પ્રદર્શન નિહાળવા માટે તાલુકાની શાળાઓમાંથી 1650 બાળકોએ આ પ્રદર્શન નિહાળ્યું. ગણિત વિજ્ઞાનના શિક્ષકો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો અને દરેક વિભાગમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યો આ સાથે શહેરા તાલુકા દ્વારા વિશિષ્ટ આયોજન કરી દાતાઓ દ્વારા મેળવેલ રકમમાંથી ભાગ લેનાર તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી જેમાં સ્કૂલબેગ, નોટબુક, પેન, પેન્સિલ, રબર, લંચબોક્સ, ફૂટપટ્ટી તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યું. આ શૈક્ષણિક કીટ આપી ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.પ્રદર્શનના પુર્ણાહુતિ સમારોહમાં શહેરા તાલુકાના મામલતદારના વરદ હસ્તે કીટ વિતરણ કરવામાં આવી.આ પ્રદર્શનમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભારતસિંહ સોલંકી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કૃણાલકુમાર હઠીલા,શેખપુર માજી સરપંચ, શેખપુર તાલુકા પંચાયત સદસ્ય બી.આર.સી રાકેશભાઈ પટેલ જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘના હોદ્દેદારો,બીટ કેળવણી નિરીક્ષકોઓ, સીઆરસી કો ઓર્ડીનેટરો,પગાર કેન્દ્રના આચાર્ય ઓ માર્ગદર્શક શિક્ષકોઓ, આયોજન માટે નિમાયેલ કમિટીના સભ્યઓ તથા બાળ વૈજ્ઞાનિકો હાજર રહ્યા.શહેરા બી.આર.સી.કો.ઓર્ડીનેટર રાકેશભાઈ પટેલ તથા શિક્ષણ પરિવાર દ્વારા યજમાન શાળા શેખપુર ના આચાર્ય શાળા પરિવાર અને એસ.એમ.સી.નો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી.
રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.