વ્યાજખોરનો હવાલો લઇ પરિણીતા પર દુષ્કર્મ આચરનાર સામે ફરિયાદ
પતિને ફિટ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો.
વ્યાજખોરનો હવાલો લઇ ધમકી આપી પરિણીતા પર વારંવાર દુષ્કર્મ આચરનાર સામે પોલીસે ગુનો નહિ નોંધતા ભોગ બનનારે અંતે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જેને પગલે અદાલતે ફરિયાદ નોંધવા હુકમ કરતા તાલુકા પોલીસે અંતે ભોગ બનનાર મહિલાની ફરિયાદ પરથી મવડીની પૂનમ સોસાયટી-4માં રહેતા દીપક નરશી વાગડિયા સામે ગુનો નોંધ્યો છે.
જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતી 37 વર્ષીય પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, પતિએ 2021માં ઓટો રિક્ષા ખરીદવા માટે અજિતસિંહ ચાવડા નામના વ્યાજખોર પાસેથી રૂ.50 હજાર વ્યાજે લીધા હતા. જે વ્યાજ સાથેની રકમ વસૂલવા માટે અજિતસિંહ પાસેથી કારખાનેદાર દીપક વાગડિયાએ હવાલો લીધો હોય તે રકમ વસૂલવા ઘરે આવતો હતો, પરંતુ ધંધો સરખો ચાલતો ન હોય પતિ હપ્તો ભરવામાં અસક્ષમ રહેતા હતા. જેથી દીપકને નાણાંની વ્યવસ્થા થયે પૈસા આપી દઇશુંની વાત કરતા હતા. ત્યારે દીપક બળજબરીથી નાણાં વસૂલવા સંતાનોને ઉપાડી જવાની તેમજ પતિને ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી દેતો રહેતો હતો. દરમિયાન દીપક ઘરે કોઇ ન હતું તે સમયે આવી પોતાને નાણાં ન હોય તો શરીરસંબંધ બાંધવા દેવા દબાણ કરતો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.