નીલગાય બચ્ચાને વનવિભાગ દ્વારા બચાવી લેવામાં આવ્યુ
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાર્નેસર પંચાયત વિસ્તારમાં આવેલા અજારીયા ગામે ગત બપોરના સમયે એક નીલગાયનું બચ્ચું પાણી ભરેલા કૂવામાં પડી ગયું હતું. આ બનાવ અંગેની જાણ મહીસાગર ડી.એફ.ઓ નેવીલભાઈને થતાં તાત્કાલિક ખાનપુર તાલુકા વનવિભાગના આર.એફ.ઓ દિગ્વિજય સિંહ સોલંકીને જાણ કરતાં વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ નિલગાયના બચ્ચાને રસ્સાની મદદથી બાર કાઢી બચાવી લેવામાં આવ્યું હતું.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર પંચાયત વિસ્તારમાં આવેલા અજારીયા ગામે રહેઠાણ પાસે ખેતરમાં પાણીનો કૂવો આવેલો છે. તેની પાસે થોડા રહેઠાણ અને નજીકમાં જ ખેતરો આવેલાં છે. જ્યાં ગત બર્પોરે લગભગ બે વાગ્યાની આસપાસ નીલગાયનું બચ્ચું ગભરાહઠ થી ગામના રહેઠાણ તરફ દોડી આવતા રહેણ પાસેના ખેતરમાં આવેલ પાણી ભરેલા કૂવામાં ખાબક્યું હતુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.