ખાતે વિવિધ જૈન સમાજ દ્રારા પાલીતાણા ઉપર અસામાજીક તત્વો દ્રારા હેરાન કરવામાં આવે છે જેના વિરોધમાં નાયબ કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ…
હિંમતનગર ખાતે વિવિધ જૈન સમાજ દ્રારા પાલીતાણા ઉપર અસામાજીક તત્વો દ્રારા હેરાન કરવામાં આવે છે જેના વિરોધમાં નાયબ કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ...
છેલ્લા ઘણા સમયથી શેત્રુંજય ગીરીરાજ પાલીતાણા ઉપર અસામાજીક તત્વો દ્રારા જૈન સાધુ સંત અને જૈન શ્રદ્ધાળુ યાત્રિકોને હેરાન પરેશાન કરવાનુ ષટયંત્ર અમુક તત્વો દ્રારા ચાલી રહ્યુ છે સાથે સમેત શિખર તીર્થ ને સરકાર દ્રારા પર્યટન ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યુ છે... જેના વિરોધમાં આચાર્ય હેમચંદ્ર સાગર મહારાજની નિશ્રામાં સમસ્ત જૈન સમાજ દ્રારા એક તીર્થ રક્ષા મહારેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ... આમ તો જૈન સમાજ માટે શત્રુંજય ગિરિ રાજ અને શ્રી સમેતશિખરજી તીર્થ આ બંને આસ્થા નુ કેન્દ્ર છે આ બાબતે જૈન સમાજની લાગણી દુભાઈ છે આજે ભારત ભરના અનેક સંઘ માં ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે ત્યારે આજે મહારેલી યોજી આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી કે શત્રુંજય ગિરિ રાજ ઉપર ચાલતી અસામાજીક તત્વોની દાદાગીરી બંધ કરાવી તેમની સામે કડક પગલા લેવામાં આવે અને તીર્થને પર્યટન ક્ષેત્રે રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે...
આબિદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.