બાલાસિનોર મોડેલ સ્કૂલ દ્વારા વિજ્ઞાન-ગણિત પ્રદર્શન યોજાયું
બાલાસિનોરની મોડેલ સ્કૂલ ખાતે તાલુકાના ક્લસ્ટરના વિદ્યાર્થીઓમાં પર્યાવરણ, ગણિત, વિજ્ઞાન વિષયની રુચી સાથેની તેમની આંતરીક શક્તિ ઉજાગર થાય તે હેતુને લઇ યોજાયેલ પ્રદર્શનમાં ગ્રામ્ય વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરાયેલ કૃતિઓને શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવો, રાજકીય આગેવાનો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ નિહાળી હતી. આ કૃતિઓમાં સૌર ઊર્જા સંરક્ષણ, નવીનીકરણ ઉર્જા મોડલ દ્વારા ધ્વનિ પ્રદુષણનું વિદ્યુત ઉર્જામાં રુપાંતર સહિતના મોડલો ૧૩ ક્લસ્ટરના ૧૩૦ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.