વિસાવદર તાલુકાના રામપરા ગીર ગામનો યુવતી પર થયેલ બળાત્કાર બનાવ બાદ - At This Time

વિસાવદર તાલુકાના રામપરા ગીર ગામનો યુવતી પર થયેલ બળાત્કાર બનાવ બાદ


વિસાવદર તાલુકાના રામપરા ગીર ગામનો યુવતી પર થયેલ બળાત્કાર બનાવ બાદ

થોડાક સમય પહેલા વિસાવદર તાલુકાના નાના એવા રામપરા ગીર ખાતે એક સગીર વયની બાળા ઉપર 2 શખ્શોએ બ્લેકમેલ કરી તેમની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. ભોગ બનનાર બાળા હજુ સગીર વયની છે,આ બનાવ બાદ સગીર વયની દીકરીઓ ના વાલીઓ હાલ સજાગ થઇ ગયા છે. લોક ચર્ચા પ્રમાણે આપણા ઘરમાં ઉંમર લાયક દીકરી હોય,ત્યારે માતા પિતાની એક ફરજ બંને છે કે, આપનું બાળક હાલ અભ્યાસ માટે જાય છે, અને અપડાઉન કરે છે, તેની સ્કૂલનો સમય કેટલા વાગ્યાથી, કેટલા વાગ્યાનો છે, અને આપણા સગીર બાળક ફોનનો ઉપયોગ કરે છે, તો તે કઈ કઈ એપ નો ઉપયોગ કરે છે, તેના મિત્ર સર્કલમાં કેવા કેવા તેના સાથી મિત્રો છે, બાળક ઘરના સમયે કેટલો ફોનનો યુજ કરે છે, જો વાલી આ બાબતો પર માતા પિતા થોડું ધ્યાન આપે તો સમાજમાં આવા બનાવો ઓછા બંને.
આ મીડિયા વેબસાઈડ નો જમાનો છે,ત્યારે આપણે વાલીઓએ સજાગ થવું પડશે. નહીંતર આપણા સગીર વયના બાળકો કોઈને, કોઈના બ્લેકમેલના શિકાર બની જશે. તેવી હાલ ચર્ચા થઇ રહી છે. નાના એવા રામપરા ગામમાં આ બનાવ બનતા, લોકોમાં સ્તબ્ધતા વ્યાપી ગઈ છે. અને લોકોમાં ચર્ચાનું કારણ બની ગયું હતું.

રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.