ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતજી સાથે શુભેચ્છા મુલાકાત કરતા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયા - At This Time

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતજી સાથે શુભેચ્છા મુલાકાત કરતા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયા


ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતજી સાથે શુભેચ્છા મુલાકાત કરતા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયા

ગૌ સેવાનાં વિવિધ આયામો અંગે વિસ્તૃત ચર્ચાઓ અને માર્ગદર્શન ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ આપ્યું.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતજી સાથે રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયા તથા પશુપાલન અને ડેરી મંત્રાલય(ભારત સરકાર)નાં માનદ સલાહકાર મિતલ ખેતાણી જી.સી.સી.આઈ.નાં જનરલ સેક્રેટરી પુરીશ કુમાર, ડૉ એસ.કુમાર(ડાઇરેક્ટર – ટી.ડી.યુ. યુનિવર્સિટી, બેંગલોર) , સુજિત હુકેરિકર (ગૌ સેવક) અને મંથન માંકડ સહિતનાઓ એ શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન ગૌ સેવાનાં વિવિધ આયામો અંગે વિસ્તૃત ચર્ચાઓ અને માર્ગદર્શન ડૉ. વલ્લભભાઈ કથીરિયા એ આપ્યું હતું. તેમણે ગાયના ગોબરમાંથી બનાવેલ ગોમય પ્રોડકસ આપી અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે ગૌ સેવાના વિવિધ પાસાઓ જેવા કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં ગૌશાળાઓ ખોલવી, યુનિવર્સિટી અને કોલેજોમાં ‘કામધેનુ ચેર’ની સ્થાપના કરવી કે જ્યાં ગાયો વિષેની સંપૂર્ણ માહિતી વિષે બાળકો માહિતગાર થાય અને અવનવા સંસોધનો થાય. ‘ગૌ વિજ્ઞાન પરીક્ષા’ને પ્રોત્સાહન પૂરું પાડવું તેમજ પ્રધાનમંત્રીશ્રીના 'આત્મ નિર્ભર' ભારત અને "મેઈક ઈન ઈન્ડિયા" મહાભિયાન ને ધ્યાનમાં રાખી સમગ્ર રાજ્યની ગૌશાળાઓને તથા યુવા–મહિલા ઉદ્યોમીઓ, મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ, સામાજીક, ધાર્મિક સંસ્થાઓ અને ગૌસેવકોને ભારતીય દેશી ગાયોના પંચગવ્યમાંથી વિવિધ પ્રોડકટસ બનાવવામાં તેમજ આ અંગેના ઉદ્યોગો સ્થાપવા આવા અનેક ગૌ સેવાના વિષયો ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમજ જી.સી.સી.આઈ. (ગ્લોબલ ફેડરેશન ઓફ કાઉ બેઈઝડ ઇન્ડસ્ટ્રીઝ)ની ‘ગૌ ઉદ્યોગ સાહસિકતા’ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ અંતર્ગત ગોવા માટેની ગૌ ઉદ્યમીતા યોજનાઓ અંગે જાણીને ગોવાનાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંતજીએ ગૌ આધારિત અર્થ વ્યવસ્થાને અનુમોદના આપી હતી. આ પ્રસંગે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતજી એ ગોવાના પશુપાલન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓને ખાસ હાજર રખાવી ડૉ. વલ્લભભાઈ કથીરિયા એ આપેલ માર્ગદર્શન મુજબ રાજ્ય માટે જરૂરી સૂચનાઓ આપી હતી. અને આગામી જાન્યુઆરી - ફેબ્રુઆરી -2023માં "ગૌ આધારિત ઉદ્યોગ" અંતર્ગત વિવિધ પંચગવ્ય નિર્માણ , ઓર્ગેનિક ફાર્મિંગનાં વિષયો પર જી.સી.સી.આઈ. નું માર્ગદર્શન લેવા અંગે પણ સૂચનાઓ પ્રમોદ સાવંતજી એ આપી હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.