બોટાદ જિલ્લાની ૧૮૫ વાજબી ભાવની દુકાનેથી કુલ- ૧.૧૪ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને ડિસેમ્બર માસનું થઇ રહેલું અનાજ વિતરણ
બોટાદ જિલ્લાની ૧૮૫ વાજબી ભાવની દુકાનેથી કુલ- ૧.૧૪ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને ડિસેમ્બર માસનું થઇ રહેલું અનાજ વિતરણ
સસ્તા અનાજની દુકાનેથી ઘંઉ, ચોખા સહિતનું અનાજ અમને રાહતદરે આપવામાં આવતું હોવાથી અમારા પરિવારનું ગુજરાત અમે સારી રીતે ચલાવી શકીએ
બોટાદ જિલ્લામાં ગરીબ અને મધ્યમ વર્ગીય જરૂરીયાતમંદ પરિવારો અનાજ પુરવઠાથી વંચીત ન રહે તે હેતુસર જિલ્લા કલેક્ટરશ્રી બીજલ શાહના માર્ગદર્શન અને ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજેશ્રી વંગવાણીની દેખરેખ હેઠળ બોટાદ શહેરી અને ગ્રામીણ વિસ્તાર સહિત જિલ્લાની ૧૮૫ જેટલી વાજબી ભાવની દુકાનેથી માહે.ડિસેમ્બર,૨૦૨૨ માસનું રેગ્યુલર રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ઠ NFSA ના તમામ લાભાર્થીઓને મળવા પાત્ર અનાજ તેમજ “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના“ હેઠળ અંત્યોદય કુટુંબોને વ્યક્તિદિઠ ૧ કિ.ગ્રા ઘઉં, ૪ કિ.ગ્રા ચોખા વિનામૂલ્યે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ગઢડા તાલુકામાં-૩૧,૮૨૦, બરવાળામાં-૧૦,૨૬૯, બોટાદમાં-૪૯,૯૮૨ અને રાણપુરમાં-૨૨,૨૬૫ કુટુંબો સહિત કુલ-૧,૧૪,૩૩૬ રેશનકાર્ડ ધારકોને ડિસેમ્બર માસનું અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અંત્યોદય કુટુંબોને કાર્ડદિઠ ૧૫ કિ.ગ્રા ઘઉં, ૨૦ કિ.ગ્રા ચોખા, ૧ કિ.ગ્રા તુવેરદાળ અને ચણા,૧ કિ.ગ્રા ખાંડ જેમાં ૩ વ્યક્તિ સુધી કાર્ડ દિઠ અને ૩ થી વધુ વ્યક્તિ દીઠ ૩૫૦ કિ.ગ્રા તેમજ ૧ કિ.ગ્રા ડબલ ફોર્ટિફાઇટ સોલ્ટ (મીઠું) રાહતદરે આપવામાં આવી રહ્યું છે. જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબને વ્યક્તિ દિઠ ૨ કિ.ગ્રા ઘઉં, ૩ કિ.ગ્રા ચોખા અને કાર્ડ દિઠ ૧ કિલો તુવેરદાળ અને ચણા રાહત દરે ફાળવવામાં આવ્યાં છે. આ ઉપરાંત તમામ બીપીએલ કાર્ડ ધારક કુંટુંબોને વ્યક્તિ દિઠ ૩૫૦ કિ.ગ્રા ખાંડ રાહત દરે આપવામાં આવી રહી છે.
બોટાદના ગૌતમનગર વિસ્તારના રહીશ અને વાજબી ભાવની દુકાનના લાભાર્થી શ્રી રમેશભાઇ બાવળીયાએ કહ્યું કે, અમારા વિસ્તારની સસ્તા અનાજની દુકાનેથી ઘંઉ, ચોખા, તુવેરદાળ, ચણા સહિતનું અનાજ અમને રાહતદરે દર માસે આપવામાં આવે છે. જેથી અમે અમારૂં ગુજરાત સારી રીતે ચલાવી શકીએ છીએ. અમારા પરિવારમાં અમે પાંચ સભ્યો રહેતા હોવાથી સરકારશ્રી દ્વારા રાહતદરે આપવામાં આવતું અનાજ અમારા ઘર માટે ખૂબ જ ઉપયોગી બની રહેવાની સાથે શ્રી રમેશભાઇ બાવળીયાએ આ વેળાએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
Report by Nikunj Chauhan Botad
7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.