બાલાસિનોર:દોલતોરડાપંચાયતના કામોમાં ભ્રષ્ટાચારઆચર્યાની ફરિયાદ
બાલાસિનોર તાલુકાના દોલતપોરડા ધનેલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં હાલના સરપંચ મનોજ પટેલે તત્કાલીન સરપંચ અને તલાટી સામે ભારે ગેરરીતિ કરી લાખ્ખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની અરજી તાલુકા વિકાસ અધિકારી તેમજ ઉચ્ચ કક્ષાએ કરતાં હડકંપ મચી જવા પામ્યો છે.
દોલતપોરડા ગ્રામ પંચાયતના સરપંચ મનોજ પટેલે તાલુકા વિકાસ અધિકારીને તેમજ ઉચ્ચ અધિકારીને સંદર્ભિને કરેલ અરજીમાં દોલતપોરડા ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચ અને તલાટી કમ મંત્રી યુ.એફ.બેલદાર દ્વારા 14 માં નાણાપંચ, એટીવીટી, 15 ટકાવિવેકાધીન તેમજ ધારાસભ્ય ફંડમાંથી આવેલી ગ્રાન્ટોમા કાયમી ઉચાપત કરી ગેરરીતિ આચરી લાખો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની 14 મુદ્દાની વિગતવાર અરજી કરી હતી. જેમાં એક જ માર્ગ અલગ અલગ ઈસમોના નામે બોલાવી, એક ફળિયામાં ગટર લાઈન કરી અનેક જગ્યાએ ગટર લાઈનનોંધાવી, પેવર બ્લોક, માટી પુરાણ, સહિત અનેક વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયાની અરજી સરપંચ દ્વારા કરવામાં આવી હતી. ઉપરાંત તમામ બિલ પાસ કરવામાં એન્જિનિયર, તાલુકા વિકાસ અધિકારી સહિત અધિકારીઓની સહી હોય છે ત્યારે સમગ્ર કૌભાંડ કેવી રીતના કરાયું તે તપાસનો વિષય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.