સામખિયાળી મધ્ય આવેલ શ્રી મેલડી માતાનાં મંદિરે ચબુતરા નુ ઉદ્દઘાટન કરવામાં આવ્યું
સામખિયાળી મધ્ય આવેલ શ્રી મેલડી માતાનાં મંદિરે એન.કે.ટી. ચેરીટેબલ ટ્રસ્ટ, સર્વ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પક્ષી ઘર નુ ઉદ્દઘાટન કરવામાં આવ્યું
જેમાં આપણી સંસ્કૃતિમાં એક જીવદયા અને પ્રકૃત્તિનો અદ્ભૂત સંગમ રચાયેલો છે. જૂની કે નવી પેઢીની કોઈપણ વ્યક્તિ હોય પણ તે પોતાની સાથોસાથ અબોલ એવા જીવોના રક્ષણ, પોષણ અને સંવર્ધન માટે યથાયોગ્ય યોગદાન આપતો હોય છે. તે પછી રોજ સવારે પંખીઓને મૂઠી ચણ નાખવાનું હોય, કીડીયારું પુરવાનું કાર્ય હોય, ઘરઆંગણે કે જાહેર રસ્તે કુંડા માં પાણી નાખવાનું તેમજ પંખી ઓ માટે ચણ નાંખવા નું કાર્ય લોકો કરતા જોવા મળતાં હોય છે આવુ જ કાર્ય સર્વ સમાજ સેવા ટ્રસ્ટ પ્રમુખ મનીષા રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ વધુમાં જણાવ્યું હતું કે નાનજીભાઈ ખીમજીભાઈ ઠક્કર દાતા શ્રી નું યોગદાન તથા લોકો નો સહયોગ મળી રહ્યો છે જેના કારણે આ હેતુ પુણ્ય સ્વરૂપે કાર્ય કરે છે
જેના કારણે આ હેતુ પુણ્ય સ્વરૂપે કાર્ય કરે છે ચબૂતરા બનાવવાનો હેતુ માત્ર પંખીઓને ખાવાનું મળી રહે તે જ નથી. કુદરતે રચેલ તમામ જીવ સૃષ્ટિ માટે ખોરાકની પણ વ્યવસ્થા કરેલી જ હોય છે. આ ચબૂતરાની પાછળ તેઓને ઠંડી , તડકા અને વરસાદથી રક્ષણ આપવાનો પણ છે. કોઈ કુદરતી આફતો સમયે તેઓને ચણ મળી શકે છે. સામાન્ય દિવસોમાં આ પંખીઓને બિલાડા કે કુતરા જેવા પશુઓથી બચાવવાનો આધાર પણ કહી શકાય
રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઇમ ન્યુઝ ભચાઉ
મો-9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.