અમરાપુર ગામે શિક્ષણ જગતને કલંકિત કરતો મુખ્ય આરોપીને ઝડપી પાડતી પોલીસ
ટૂંકા સમયમાં નરાધમ શિક્ષકને પોલીસે ઝડપી પાડતા લોકો એ પોલીસની સરાહનીય કામગીરીને બિરદાવી
સ્કૂલના આચાર્યને ધરપકડ બાદ હાલ જેલ હવાલે
સરકાર દ્વારા બેટી બચાવ બેટી પઢાવ જેના ભાગ રૂપે શિક્ષણ વિભાગ દ્વારા શુ શિક્ષક પર શુ એક્શન લેશે ? તેના પર હાલ સૌની નજર
તાજેતરમાં માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામે અમરાપુર પે.સેન્ટર શાળામાં ભણતી નાની બાળાઓ સાથે નરાધમ શિક્ષક ગિરીશ કેશવ લાડાણી નાની બાળકીઓ સાથે છેડતી કરતા સમગ્ર માળીયા હાટીના તાલુકા પંથકમાં શિક્ષણ જગતને કલંકિત કરતા પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો હતો આ તકે હાલ અમરાપુર ગામના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ગ્રામજનોએ શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહી કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી. હતી જ્યારે માળીયા હાટીના પોલીસ સ્ટેશનના dysp ડી.વી.કોડિયાતર, પી.એસ.આઈ. બી.કે.ચાવડા એ ઉપસ્થિત ગ્રામજનો ને શિક્ષક સામે કડક કાયદાકીય પગલા ભરવાની બાહેનધરી આપી હતી
આ તકે આ આરોપી શોધ ખોળ માટે જૂનાગઢ એસઓજી, એલસીબી, માંગરોળ dysp સ્ટાફ, માંગરોળ cpi, માળીયા હાટીના પોલીસ સ્ટાફ, કેશોદ dysp સ્ટાફ સહિત ની ટીમે આરોપી પક્કડવા તજવીજ હાથ ધરતા નરાધમ શિક્ષક ગિરીશ લાડાણી ને ઝડપી આગળની વધુ તપાસ માટે પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરી છે.
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.