વિસાવદરના પ્રેમપરાના ચકચારી માતાના ઉદરમાં રહેલા બાળકના મૃત્યુ નિપજાવવાના કિસ્સામાં આરોપી નિર્દોષ
વિસાવદરના પ્રેમપરાના ચકચારી માતાના ઉદરમાં રહેલા બાળકના મૃત્યુ નિપજાવવાના કિસ્સામાં આરોપી નિર્દોષ
વિસાવદરના ધારાશાસ્ત્રી નયનભાઇ જોશીની ધારદાર દલીલો
વિસાવદરતા.વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામની પરિણીતાએ તેઓ સીમમાં બકરા ચારતી હતી ત્યારે પ્રેમપરા ગામના દુલાભાઈ ઉર્ફે દુર્લભભાઈ રાજાભાઈ માળવીયા રે.પ્રેમપરા વાળાએ અહીં કેમ બકરા ચરાવો છે તેમ કહી ફરિયાદીબેનને પેટના ભાગે લાકડીના ધા મારી પછાડી દઈ પેટના ભાગે પાટા મારેલ અને તેના કારણે ફરિયાદીબેનને તેના પેટમાં રહેલ બાળક મુત અવસ્થામાં તેજ જગ્યાએ આવી ગયેલ હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી.
આ કામમાં આરોપીને નામદાર કોર્ટ જામીન પણ આપેલ ન હતા અને ચાર્જશીટ બાદ નામદાર હાઈકોર્ટે દ્વારા જામીન આપવામાં આવેલ હતા જે ચકચારી કેસમાં વિસાવદરના ધારાશાસ્ત્રી નયનભાઇ જોશી રોકાયેલ હતા અને આ અંગેની ટ્રાયલ નામદાર સેસન્સ કોર્ટ વિસાવદર માં ચાલી જતા સરકાર તરફે ૧૫ સાક્ષીઓ તપાસવામાં આવેલ હતા અને ત્રણ ડોકટરોને પણ તપાસવામાં આવેલ હતા આ કામમાં સરકાર તરફે ૨૬ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવેલ હતા.
આ કામની ટ્રાયલ સેસન્સ જજ જે.એલ.શ્રીમાળી સમક્ષ ચાલી જતા વિસાવદરના ધારાશાસ્ત્રીની ધારદાર દલીલો ધ્યાને લઈને નામદાર સેસન્સ કોર્ટ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા આદેશ કરેલો હતો
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.