ચૂંટણી પૂરી થતા જ લખતરનાં લક્ષ્મીપરામાં પાણીનાં પોકારો પડયા.
તા.16/12/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોએ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને લોકોએ ભાજપને ખોબલે અને થોબ્લે મત આપ્યા ત્યારે અનેક વચનો આપવામાં આવ્યા અને છેવાડાના માનવી સુધીની સુવિધાઓ આપવાના પણ વચનો ભાજપ સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આપવામાં આવ્યા પરંતુ આજે જે વાત કરવા જઈએ છીએ તે લખતર તાલુકાની વાત કરવાની છે અને સુરેન્દ્રનગર જિલ્લાનું લખતર ગામ છે જ્યાં પાણીની પુકાર પડી છે અને ત્યાંની મહિલાઓએ પાણી માટે હોબાળો મચાવ્યો છે અને પાણી ન મળતા અનેક સમસ્યાઓ ઉદભવવા પામી છે.હાલમાં જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામ ખાતે છેલ્લા 15 દિવસથી લક્ષ્મીપુરા એકમાં મહિલાઓને પાણી મળ્યું ન હોવાના કારણે હાલમા હોબાળો મચ્યો છે અને જેના કારણે મહિલાઓ ભારે રોષની લાગણી સાથે જણાવી રહી છે કે ઘરના વાસણો છેલ્લા 15 દિવસથી પાણી વગરના ખાલી વાસણો છે જે પણ તસવીરમાં બતાવી રહી છે અને રજૂઆત પણ કરી રહી છે કે બપોરે બે વાગ્યે બે કિલોમીટર ચાલી અને જઈએ ત્યારે એક બેડું પાણી મળે છે તે પાણી પીવા માટે ઉપયોગમાં લેવાય છે.પરંતુ છેલ્લા એક સપ્તાહથી તો ઘરના અને પરિવારના સભ્યો સ્નાન પણ ન કરી શકે તેવી પરિસ્થિતિ હાલમાં લખતરના લક્ષ્મીપર આ એકમાં સર્જાય છે ત્યારે મહિલાઓ રોષ સાથે જણાવી રહી છે કે એક બેડા પાણી માટે રજળપાટ કરવી પડે છે અને કપડાં ધોયેલા પાણીથી વાસણ ઉટકવાની ફરજિયાત ફરજ પડે છે તે કેટલી યોગ્યતા કહેવાય અને જે અંગેની રજૂઆતો મીડિયા સમક્ષ મહિલાઓએ કરી છે.પ્રફુલાબેન ગોસલીયા જણાવી રહ્યા છે કે હું તો ઉંમર લાયક થઈ ગઈ છું અને ચાલી પણ નથી શકતી અને ઘરમાં કોઈ પાણી ભરવા જઈ શકે તેવી પરિસ્થિતિ પણ નથી જેના કારણે મારે તો મોટી મુસીબત સર્જાય છે ત્યારે હાલમાં સરકારી તંત્ર નિર્ભય તા દાખવી રહ્યું હોવાની હાલમાં આક્ષેપો કરવામાં આવ્યા છે.હાલમાં લખતરમાં ભાજપ સરકારની સીટને જીત અપાવી છે ત્યારે પાણી આપવામાં સંગેતર પણે નિષ્ફળ હોવાનું હાલમાં પુરવાર થઈ રહ્યું છે અને આપેલા વચનો પણ પાડવામાં નિષ્ફળ રહે હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર કે જ્યાંથી આખાય સૌરાષ્ટ્રમાં ઢાંકી પંપીંગ સ્ટેશનમાંથી પાણી સપ્લાય કરવામાં આવે છે અને જ્યારે તેની પાસે રહેલ 10 કે 15 કિમીની માત્રામાં જ રહેલ લખતર ગામને લક્ષ્મીપરા શેરી નંબર એકમાં જ્યારે પાણી ન મળે ત્યારે કેવી મુસીબતનો સામનો કરતા હશે અને કૂવા કાંઠે તરસ્યા જેવો ઘાટ હાલમાં લખતરના લક્ષ્મીપરા શેરી નંબર એકના રહેવાસીઓ મુસીબતનો સામનો કરી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.