પતિ દારૂ પીને ધરાર સંબંધ બાંધી સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરતો, પોલીસે પરિણીતાને કહ્યું, ‘માત્ર ત્રાસની ફરિયાદ જ લઇશું’ - At This Time

પતિ દારૂ પીને ધરાર સંબંધ બાંધી સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરતો, પોલીસે પરિણીતાને કહ્યું, ‘માત્ર ત્રાસની ફરિયાદ જ લઇશું’


ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતી પરિણીતાની કથની પતિ બે દીકરીની હાજરીમાં કપડાં કાઢીને આંટા મારતો, બેડ પર લઘુશંકા કરતો

​​​​​​​ભાજપના ધારાસભ્યોની જેમ રાજકોટમાં ક્રાઈમની પણ રોજે-રોજ લીડ વધી રહી છે, ગુનેગારોને હરાવવા પોલીસ પેટ્રોલિંગની જરૂર

સાહેબ રાત પડે અને હું ધ્રુજવા લાગતી, હમણા મારો પતિ મારા પર શારીરિક અત્યાચાર ગુજારશે, અમાનવીય કૃત્ય કરશે અને તેના વિચારોથી હું ફફડતી, તે દારૂ પી ઘરે આવતો અને બળજબરીથી મારી સાથે શરીરસંબંધ બાંધતો, સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરતો, દિવાળીના સમય પર તો મને ત્રણ દિવસ રૂમમાં પૂરીને ઢોરમાર માર્યો હતો, બી. ડિવિઝન પોલીસે આવીને મને છોડાવી હતી, મહિલા પોલીસ સ્ટેશને હું બે મહિનાથી ધક્કા ખાવ છું, પરંતુ તે પોલીસ માત્ર ત્રાસની ફરિયાદ નોંધવાની જ વાત કરે છે, મારો પતિ મારી સાથે દુષ્કર્મ આચરતો, સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરતો તે ફરિયાદ નહીં નોંધાય તેમ કહી મને કાઢી મૂકવામાં આવે છે, આ વ્યથા ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતી એક પરિણીતાની છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.