વીંછિયા ખાતે રોડમાં ભ્રષ્ટાચાર થતા આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર સુધી થઈ ફરિયાદ - At This Time

વીંછિયા ખાતે રોડમાં ભ્રષ્ટાચાર થતા આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર સુધી થઈ ફરિયાદ


વીંછિયા ખાતે રોડમાં ભ્રષ્ટાચાર થતા આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર સુધી થઈ ફરિયાદ

વીંછિયા ખાતે રોડમાં ભ્રષ્ટાચાર થતા આમ આદમી પાર્ટી મુકેશ રાજપરા દ્વારા કલેકટરને થઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે ફરિયાદમાં વિછીયાથી ઢેઢુકી સુધીનો રોડ હાલ છ મહિના પહેલા જ બનેલો અને આ રોડની અંદર હજી વિંછીયાની અંદર કામ પણ બાકી હોય અને આ રોડ ની અંદર મોટા પ્રમાણમાં ભષ્ટાચાર થયેલો હોય તેમ આખા રોડની અંદર માત્ર છ મહિનાની અંદર રોડ તૂટવા લાગ્યો અને મસ્ મોટા ખાડા પડી ગયા અને આ રોડની અંદર માત્રને માત્ર લોટ પાણીને લાકડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ રોડ ખૂબ જ નબળી કક્ષાના મટીરીયલથી બનાવવામાં આવ્યો છે આ વિસ્તારના તમામ આગેવાનોએ આ રોડની અંદરથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી અને કોન્ટ્રાક્ટરને મજબૂરન નબળા કામ કરવા માટે મજબૂર કરેલો હોય જેથી કરોડો રૂપિયાના ટેક્સના પૈસાથી બનેલો છે. આ રોડ માત્ર છ મહિનામાં તૂટવા લાગ્યો અને આ રોડની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે તે માત્ર છ મહિનામાં જોવા મળ્યો આ વિસ્તારના તમામ લોકોની એક જ માંગ છે કે આ રોડને ફરીથી સર્વે કરવામાં આવે કારણ કે આ રોડને 10 15 વર્ષનો કોન્ટ્રાક્ટ પદ્ધતિ આપવામાં આવેલો છે તો માત્ર છ મહિનામાં જ આ રોડ તૂટવા લાગ્યો જેથી આ રોડની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરેલો છે આ ભ્રષ્ટાચારીઓને ડામવા માટે સરકાર ત્વરિત પગલાં લે અન્યથા આ રોડના નબળા કામને લઈ રોડ રસ્તા રોકી વિરોધ કરવામાં આવશે એવું મુકેશભાઈ રાજપરા આમ આદમી પાર્ટી જસદણ વિછીયા સંગઠન મંત્રી રાજકોટ જિલ્લા કલેકટરને અરજી આપવામાં આવી.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.