તમે શુ અમારા ભાઇ-બહેનના ઝઘડામા રસ લ્યો છો? તેમ કહી ચાર શખ્સો પાઇપ વડે તૂટી પડ્યા - At This Time

તમે શુ અમારા ભાઇ-બહેનના ઝઘડામા રસ લ્યો છો? તેમ કહી ચાર શખ્સો પાઇપ વડે તૂટી પડ્યા


સદર બજારમાં જુમ્મા મસ્જિદ પાસે ભાઈ- બહેનો ઝઘડો જોતાં દંપતીને પર હુમલો થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં “તમે શુ અમારા ભાઇ-બહેનના ઝઘડામા રસ લ્યો છો? તેમ કહી ભાઈ અને બહેન સહિત ચાર શખ્સોએ પાઇપ વડે દંપતીને માર માર્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સદર બજારમાં જુમ્મા મસ્જિદ પાસે રહેતા અને ઘરકામ કરતાં આશીયાનાબેન યુનુસભાઇ જુણાંચ (ઉ.વ.39)ની ફરિયાદ પરથી પ્રનગર પોલીસે તેમના પર પાઇપથી હુમલો કરી ઢીકા પાટુનો મારમારનાર નઇમ ઉર્ફે ભયલુ મહેમુદ જુણાંચ, હિનાબેન મહેમુદ જુણાંચ, સનાબેન મહેમુદ જુણાંચ, હમીદાબેન મહેમુદ જુણાંચની સામે મારમારી- ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
આ અંગે હોસ્પિટલના બિછાને રહેલા આશિયાનાબેન યુનુસભાઈ જુણાંચ ફરિયાદમાં જણાવ્યું છે કે રાત્રિના હું પતિ યુનુસ સાથે ઓટા પર બહાર બેસેલ હતી. ત્યારે મારા જેઠ મહેમુદભાઈનો દીકરો નઇમ ઉર્ફ ભયલું તેની બહેન હિના સાથે ઝગડો કરતો હતો. તે અરસામાં નઇમ ઉર્ફ ભયલૂએ આવી તમે શુ અમારા ભાઇ-બહેનના ઝઘડામા રસ લ્યો છો? તેમ કહી પાઇપ લઇ મારા પતિને ફટકારવા જતાં અને હું વચ્ચે પડતાં મને હાથમાં વાગ્યો હતો. જેથી ભાઈ -બહેન,તેણીની માતા સહિત ચાર લોકોએ ઢીકાપાટુનો મારમારી ધમકી આપી હતી એએસઆઈ કનુભાઈ વી. માલવીયાએ વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.