લીલાછમ વૃક્ષોથી સુશોભિત બોટાદની જોટીંગડા પ્રાથમિક શાળા ખાતે ઈકો ફ્રેન્ડલી મતદાન મથકની જિલ્લા ચૂંટણી અધિકારી બી.એ.શાહે મુલાકાત લીધી
ઈકો ફ્રેન્ડલી મતદાન મથકની સુંદર સજાવટને કારણે મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો
જિલ્લા ચૂંટણી અધિકારી બી.એ.શાહે સર્વત્ર લીલાછમ વૃક્ષોથી સુશોભિત બોટાદની જોટીંગડા પ્રાથમિક શાળા ખાતે ઈકો ફ્રેન્ડલી મતદાન મથકની મુલાકાત લીધી હતી. મતદારો પ્રફુલ્લિત મને મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થાથી મતદારો પણ ખુશખુશાલ થયા હતા.
ખાદીના કાપડમાંથી બનાવેલા બેનર્સ, વાંસની ટોપલીઓ, કાપડ અને કાગળની ચીજ વસ્તુઓથી આ મતદાન મથક સજાવવામાં આવ્યું છે. જેનું જિલ્લા ચૂંટણી અધિકારી બી.એ.શાહે બારીકાઈથી નિરીક્ષણ કર્યુ હતું. પ્રિસાઈડીંગ ઓફિસર ડો. મેઘરાજસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા ઇકોફ્રેન્ડલી મથકનું સુંદર સુશોભન કરવામાં આવ્યું છે. જે મતદારોને મતદાનનો સુંદર અનુભવ આપી રહ્યું છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.