રાજકોટમાં પઠાણી ઉઘરાણીથી કંટાળી વેપારીએ પરિવાર સાથે ઝેરી દવા પીધી, પત્ની-પુત્રના મોત બાદ આજે પોતે પણ દમ તોડ્યો - At This Time

રાજકોટમાં પઠાણી ઉઘરાણીથી કંટાળી વેપારીએ પરિવાર સાથે ઝેરી દવા પીધી, પત્ની-પુત્રના મોત બાદ આજે પોતે પણ દમ તોડ્યો


રાજકોટના યુનિવર્સિટી રોડ પર મિલાપનગર-2માં રહેતા વેપારી કિર્તીભાઈ ધોળકિયાએ પત્ની માધુરીબેન અને પુત્ર ધવલ સાથે 18 નવેમ્બરની મોડી રાતે ઝેરી દવા પી લીધી હતી. દરમિયાન બપોર સુધી કિર્તીભાઈ દુકાને નહીં આવતા તેમના મોટાભાઇ ઘરે આવી તપાસ કરતા ત્રણેયને ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી તુરંત 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી અને પુત્ર ધવલના નિવેદન પરથી ફરિયાદ નોંધી હતી. ફરિયાદમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને ત્રણેયે ઝેરી પીધી હોવાનું જણાવ્યું હતું. બાદમાં ધવલનું 20 નવેમ્બરે અને માધુરીબેનનું 21 નવેમ્બરના રોજ સારવારમાં મોત નીપજ્યું હતું. આજે કિર્તીભાઈએ પણ દમ તોડી દેતા સોની પરિવારમાં માતમ છવાઇ ગયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.