સમૂહલગ્નમાં મતદાન જાગૃતિ, 8 દંપતીઓએ મતદાન કરવાના શપથ લીધા.
રાજકોટમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે મતદાન જાગૃતિની ઘટના સામે આવી છે. જ્યાં શહેરમાં સમૂહ લગ્નમાં 8 દંપતી દ્વારા 'હા હું મતદાન કરીશ' તેવા શપથ લેવામાં આવ્યા હતા. ક્રિષ્ના યુવા ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં મતદાર જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ અંગે સમૂહ લગ્નના આયોજક વિજય વાંકે જણાવ્યું હતું કે,'લોકશાહી પર્વમાં મતદાન કન્યાદાન જેટલું જ મહત્વ છે.'
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.