હિંમતનગર અને પ્રાંતિજવિધાનસભા મતદાર વિભાગમાં ચૂંટણીલક્ષી ફરિયાદ હોય તો જનરલ નિરીક્ષક શ્રી દેબાશિસ દાસનેકરી શકાશે
હિંમતનગર અને પ્રાંતિજ વિધાનસભા મતદાર વિભાગમાં ચૂંટણીલક્ષી ફરિયાદ હોય તો જનરલ નિરીક્ષક શ્રી દેબાશિસ દાસને કરી શકાશે
ભારતના ચૂંટણી પંચ દ્વારા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા મતવિસ્તાર જનરલ નિરીક્ષકો ની નિમણૂક કરાઈ છે. જેમાં ૨૭ હિંમતનગર અને 33 પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તાર માટે શ્રી દેબાશીસ દાસ (આઈ.એ.એસ)ની જનરલ નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.
હિંમતનગર વિધાનસભા મતવિસ્તાર લગતી ફરીયાદ માટે શ્રી દાસને બહુમાળી ભવન, એ બ્લોક- રૂમ નંબર ૧૧૨ પહેલો માળ, હિંમતનગર ખાતે બપોરે ૨:૦૦ થી ૩:૦૦ દરમિયાન જાહેર જનતા, રાજકીય પક્ષો તથા તેમના પ્રતિનિધિઓ, ઉમેદવારો, મતદારોને કામકાજના દિવસો દરમિયાન રજૂઆત કરી શકાશે. તેમજ તેમના મોબાઈલ નંબર ૬૩૫૨૫૨૪૦૧૪ ટેલીફોન નંબર ૦૨૭૭૨ ૨૯૯૦૨૬ પર સંપર્ક કરી શકાશે.
પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તાર લગતી ફરીયાદ માટે મામલતદાર ની ચેમ્બર, બ્લોક એ-૧, તાલુકા સેવાસદન,પ્રાંતિજ ખાતે બપોરે ૧૧:૦૦ થી ૧૨:૦૦ દરમિયાન રૂબરૂ મળી શકશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.