રાહુલ ગાંધીની સભાને લઈ તૈયારી શરૂ, શાસ્ત્રીમેદાનમાં ડોમ ઉભો કરાયો, 50 હજાર લોકો એકઠા કરવાનો ટાર્ગેટ - At This Time

રાહુલ ગાંધીની સભાને લઈ તૈયારી શરૂ, શાસ્ત્રીમેદાનમાં ડોમ ઉભો કરાયો, 50 હજાર લોકો એકઠા કરવાનો ટાર્ગેટ


21 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીની રાજકોટમાં જનસભા યોજાશે. આ સભાને લઈને કોંગ્રેસ દ્વારા તેયારી શરૂ કરી દેવામાં આવી છે. શહેરના શાસ્ત્રીમેદાનમાં ડોમ ઉભો કરવામાં આવ્યો છે. આ સભામાં કોંગ્રેસને 50 હજાર લોકોને એકઠા કરવાનો ટાર્ગેટ છે. રાજકોટ શહેરની ચાર બેઠકના અને જિલ્લાની ચાર બેઠકના ઉમેદવારો હાજર રહેશે. અત્યારસુધી સાયલન્ટ મોડમાં રહેલી કોંગ્રેસ પ્રચારના મેદાનમાં ઉતરતા ચૂંટણીનો માહોલ જામ્યો છે. આજે રઘુ શર્મા સભાસ્થળે પહોંચી નિરીક્ષણ કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.