રાજકોટમાં બંગલામાં ઘૂસી મહિલાને હથોડો મારી લોહીલૂહાણ કરી, જતા જતા કહ્યું- ‘પોલીસ કમ્પલેઇન કિયા તો છૂટકે ભી સબકો માર ડાલુંગા’ - At This Time

રાજકોટમાં બંગલામાં ઘૂસી મહિલાને હથોડો મારી લોહીલૂહાણ કરી, જતા જતા કહ્યું- ‘પોલીસ કમ્પલેઇન કિયા તો છૂટકે ભી સબકો માર ડાલુંગા’


‘હું મારા 3 વર્ષના દીકરાને લઇને ઘરે આવી તો પાછળ પાછળ એક અજાણ્યો શખ્સ પણ ઘરમાં ઘૂસ્યો હતો. તેણે મોઢે કાળુ માસ્ક બાંધ્યું હતું અને હાથમાં હથોડો હોવાથી હું ગભરાઇ ગઈ હતી. બાદમાં મેં તેને પૂછ્યું કે તારે શું જોઇએ છે? તો તેણે તુમ્હારે પાસે ગહેના હૈ વો દે દો. બાદમાં મેં તેને ઘરેથી બહાર કાઢવા પ્રયાસ કર્યો તો તેણે મારા માથામાં હથોડાનો ઘા ઝીંક્યો અને હું લોહીલૂહાણ થઈ ગઈ હતી. બાદમાં મેં તેને મારા હાથમાં પહેરેલી સવા તોલાની સોનાની બે બંગડી આપી દીધી હતી. તેણે જતા જતા કહ્યું કે, દસ મિનિટ તક ચિલ્લાના મત, વરના મેં વાપસ આકે તુમ્હે ઔર તુમ્હારે બચ્ચે કો ભી માર ડાલુંગા, પોલીસ કમ્પલેઇન મત કરના, અગર કિયા તો છૂટ કે ભી સબકો માર ડાલુંગા’ આ શબ્દો છે રાજકોટમાં ગઇકાલે પોશ વિસ્તારમાં ભર બપોરે 12 વાગ્યે વૈભવી બંગલામાં થયેલી લૂંટનો ભોગ બનેલી તાન્યાબેને પોલીસમાં નોંધાવેલી ફરિયાદના


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.