યાર્ડમાં 11 લાખ કિલો શાકભાજી આવ્યું, હવે બીજા રાજ્યમાં માલ મોકલાશે, નવી સિઝનની લોકલ આવક 80%એ પહોંચી
આવક વધતા ભાવ ઘટ્યા, લગ્નસિઝનને કારણે હોટેલ, રેસ્ટોરન્ટ, કેટરિંગ માટે ખરીદી વધી
ઠંડીની શરૂઆત થતા જ નવા શાકભાજીની આવક શરૂ થઈ ગઈ છે. યાર્ડમાં શુક્રવારે 11 લાખ કિલો શાકભાજી આવ્યું હતું જેમાંથી શિયાળુ શાકભાજીની આવક 80 ટકા ગણી શકાય. આવક વધવાને કારણે હવે શાકભાજીના ભાવ પણ સસ્તા થયા છે. હાલ લગ્નસિઝન માટે કેટરિંગ, હોટેલ-રેસ્ટોરન્ટ વગેરે માટે ખરીદી વધી છે. શિયાળુ શાકભાજીની આવક થવાને કારણે ભાવમાં પણ ઘટાડો આવ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ ખેડૂતો હવે વહેલી સવારથી શાકભાજી લઇને આવી રહ્યા છે. વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાહનોને પણ લાઇનમાં જ પ્રવેશ આપવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.