સાબરકાંઠા જિલ્લામાં ઓછુ મતદાન થયેલ ૪૪ બુથ પર ખાસ મતદાનજાગૃતિ કાર્યક્ર્મ - At This Time

સાબરકાંઠા જિલ્લામાં ઓછુ મતદાન થયેલ ૪૪ બુથ પર ખાસ મતદાનજાગૃતિ કાર્યક્ર્મ


સાબરકાંઠા જિલ્લામાં ઓછુ મતદાન થયેલ ૪૪ બુથ પર ખાસ મતદાન જાગૃતિ કાર્યક્ર્મ  

 

        આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨માં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયાના માર્ગદર્શન હેઠળ સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન પ્રોગ્રામ એટલે કે “સ્વીપ” દ્વારા સાબરકાંઠા જિલ્લાનાં ચાર વિધાનસભા મતક્ષેત્રોના મતદારો માટે મતદાન જાગૃતિ અને મતદાન સહભાગીદારીતા માટે અનેકવિધ કાર્યક્રમો થકી જાગૃતતા લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય પાત્રતા ધરાવતાં તમામ નાગરિકોને પ્રોત્સાહિત કરી મતદાન કરવા પ્રેરિત કરવાનો છે.

    મતદાન જાગૃતિ માટે જિલ્લાના ૪૪ બુથ પર સિગ્નેચર કેન્પેઇન, શેરી નાટકો, ડોર ટુ ડોર જાગૃતિ માટે બી.એલ.ઓ દ્રારા ઘેર-ઘેર મુલાકાતો, શાળા કોલેજોમાં મતદાન જાગૃતિને લઈ મહેદી, ચિત્ર સ્પર્ધાઓ, વકૃત્વ સ્પર્ધાઓ, સંકલ્પ પત્રો જેવી વિવિધ પ્રવૃતિઓ દ્રારા ખાસ મતદાન જાગૃતિ કાર્યક્ર્મ કરવામાં આવી રહ્યા છે.   


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.