જીલ્લા ચૂંટણી અધિકારીઅને એમસીએમસીના અધ્યક્ષશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે એમ.સી.એમ.સી.નીબેઠક મળી
વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨
...............
જીલ્લા ચૂંટણી અધિકારી અને એમસીએમસીના અધ્યક્ષશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે એમ.સી.એમ.સી.ની બેઠક મળી
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 નો કાર્યક્રમ જાહેર થતાં જિલ્લામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે જેમાં તા. ૧૮/ ૧૧/ ૨૦૨૨ ના રોજ કલેક્ટર કચેરી સભાખંડમાં એમ.સી.એમ.સી. સમિતિના સભ્યોની બેઠક મળી હતી. જેમાં મુખ્યત્વે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતા સમાચારો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ઉમેદવાર દ્વારા આપવામાં આવતી જાહેર ખબર તેમજ મીડિયામાં આવતા પેડ સમાચાર અંગે જે તે ઉમેદવારના ખર્ચમાં ગણતરી કરવાની થાય છે તે અંગે સસ્પેક્ટેડ ન્યુઝનું જિલ્લા માહિતી ખાતા દ્વારા રોજે રોજ નિરીક્ષણ કરવામાં આવે છે. તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતી ચેનલોનું મીડિયા સેન્ટર ખાતે શિક્ષકો દ્વારા 24 કલાક સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. અને અલગ અલગ ચેનલોના રજીસ્ટરમાં સસ્પેક્ટેડ ન્યુઝનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં આચારસંહિતા અમલમાં આવી ત્યારથી કોઈ પેડ ન્યુઝ અંગેના અહેવાલ પ્રસારિત થયા છે કે નહી. તે અંગેનો અહેવાલ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઈ મછાર, હિંમતનગર પ્રાંત અધિકારીશ્રી અનિલ ગોસ્વામી, એન.આઇ.સી.ના શ્રી હરીશકુમાર તથા દુરદર્શન સભ્યશ્રી ભરત ચૌહાણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
--
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.