સાબરકાંઠા જીલ્લાના લુંટ તથા એટ્રોસીટીના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા સા.શ્રી નાઓએ હાલમાં ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચુંટણી જાહેર થયેલ હોય જેથી આચારસંહિતાનો કડક અમલ ચાલુમાં હોય સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા આપેલ સુચના મુજબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.જે. ચાવડા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલ.પી.રાણા એલ.સી.બી.હિંમતનગર તથા એલ.સી.બી.સ્ટાફના માણસો અ.હે.કો હરપાલસિંહ તથા અ.હે.કો.કલ્પેશકુમાર તથા અ.હે.કો.સલીમભાઇ તથા અ.પો.કો.જશુભાઇ તથા અ.પો.કો.મિતરાજસિંહ તથા આ.પો.કો.નિરીલકુમાર તથા આ.પો.કો.રાજેશકુમાર વિગેરે માણસો હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ
સાબરકાંઠા જીલ્લાના લુંટ તથા એટ્રોસીટીના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા સા.શ્રી નાઓએ હાલમાં ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચુંટણી જાહેર થયેલ હોય જેથી આચારસંહિતાનો કડક અમલ ચાલુમાં હોય સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા આપેલ સુચના મુજબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.જે. ચાવડા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલ.પી.રાણા એલ.સી.બી.હિંમતનગર તથા એલ.સી.બી.સ્ટાફના માણસો અ.હે.કો હરપાલસિંહ તથા અ.હે.કો.કલ્પેશકુમાર તથા અ.હે.કો.સલીમભાઇ તથા અ.પો.કો.જશુભાઇ તથા અ.પો.કો.મિતરાજસિંહ તથા આ.પો.કો.નિરીલકુમાર તથા આ.પો.કો.રાજેશકુમાર વિગેરે માણસો હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન અ.હે.કો.કલ્પેશકુમાર નાઓને હકિકત મળેલ કે,હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના લુંટ તથા એટ્રોસીટીના ગુન્હામાં પકડવાનો બાકી આરોપી સતીષભાઇ ઉર્ફે જેકી શ્રવણભાઇ ભાટ રહે.ગિરધરનગર આવાસના મકાનમાં તા.હિંમતનગરનાનો હિંમતનગર મોતીપુરા સલાટ વાસ નજીક રોડ ઉપર ઉભેલ જે બાતમી આધારે તાત્કાલિક ઉપરોક્ત જગ્યાએ જઇ બાતમીવાળૉ ઇસમ હાજર હોઇ તેને પકડી તેનુ નામઠામ પુછતા સતીષભાઇ ઉર્ફે જેકી શ્રવણભાઇ ભાટ રહે.ગિરધરનગર આવાસ બ્લોક એન રૂમ નંબર ૬ હિંમતનગર તા.હિંમતનગર જી.સાબરકાંઠાનો હોવાનું જણાવતા સદરી ઇસમ બાબતે સ્ટાફના માણસો મારફતે તપાસ કરાવતાં સદરી ઇસમ વિરુધ્ધ હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ નંબર-૦૯૪૯/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૯૪,૧૧૪ તથા એટ્રોસીટી એક્ટ ક.૩(૧)(આર)(એસ),૩(૨)(૫) મુજબના ગુન્હામાં પકડવાનો બાકીમાં હોય જેથી સદરી સતીષભાઇ ઉર્ફે જેકી શ્રવણભાઇ ભાટને ઉપરોક્ત ગુન્હાના કામે તા.૧૭/૧૧/૨૦૨૨ ના રોજ સી.આર.પી.સી.ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે. આગળની કાર્યવાહી સારૂ સોંપવામાં આવેલ છે.
આમ, એલ.સી.બી. સાબરકાંઠા દ્વારા સાબરકાંઠા જીલ્લાના લુંટ તથા એટ્રોસીટીના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને પકડવામાં સફળતા મેળવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.