રાજકોટ: કારખાનેદાર પાસેથી 40 લાખની રોકડ મળી આવી: આવકવેરા વિભાગની ટીમે તપાસ સોંપાઈ - At This Time

રાજકોટ: કારખાનેદાર પાસેથી 40 લાખની રોકડ મળી આવી: આવકવેરા વિભાગની ટીમે તપાસ સોંપાઈ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સરકારી તંત્ર દ્વારા આચારસંહિતાનું ચુસ્ત પાલન કરવામાં આવે તે માટેની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને સરકારી તંત્ર દ્વારા વિવિધ ટીમોનું ગઠન પણ કરવામાં આવ્યું છે. આ વાતને ધ્યાને લઇ આજે પીડીએમ કોલેજ પાસેથી કારખાનેદારની ગાડી માંથી 40 લાખની રોકડ મળી આવી હતી. જે બાદ પોલીસ વિભાગે રોકડની સાથે કારખાનેદારની અટકાયત કરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણીને લઈને આચારસંહિતાની અમલવારીને વધુ તીવ્ર બનાવી છે.
રાજકોટના દક્ષિણ વિસ્તારમાં 40 લાખની રોકડ સાથે એક કારખાનેદારની અટકાયત કરવામાં આવી છે. શહેરના ઢેબર રોડ પર જસાણી સ્કૂલ પાસે ફોચ્ર્યુનર કાર સાથે એક વ્યક્તિને તપાસ કરવામાં આવતા કારખાનેદારને ટીમે અટકાવ્યો હતો. નાણાકીય હેરફેર મામલે ટીમના ચેકિંગ દરમિયાન 40 લાખની રોકડ સાથે તેની અટકાયત કરવામાં આવી હતી . હાલ તો ઇન્કમટેક્સ વિભાગની ટીમ દોડી ગઈ છે અને નાણાકીય બાબતે કાગળો મગાવવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા અટકાવવામાં આવેલા કારખાનેદાર અંગેની જે વાત સામે આવ્યા બાદ ઇન્કમટેક્સ વિભાગ, મામલતદાર, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે અને તપાસ હાથ ધરી છે. અટકાવવામાં આવેલી રોકડ બાદ આવકવેરા વિભાગ દ્વારા દરેક દસ્તાવેજો હાલ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. અરે આવનારા સમયમાં સાચી હકીકત શું છે તે આવકવેરા વિભાગની ટીમની તપાસ બાદ જ ખ્યાલ આવશે પરંતુ એ વાત સ્પષ્ટ છે કે દરેક સેન્ટ્રલ એજન્સી અને સરકારી તંત્ર હાલ આચારસહિતાના ચુસ્ત પાલન કરાવવા માટે મહેનત કરી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.