વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 - At This Time

વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022


બોટાદ જિલ્લાનાં વરિષ્ઠ નાગરિકો આપી રહ્યાં છે મતદાન કરવાની પ્રેરણા: લોકશાહીનાં પર્વમાં સહભાગી બનવા યુવા મતદારો માટે માર્ગદર્શક બનતાં વડીલો

બોટાદ જિલ્લામાં યુવાનોની સાથોસાથ વડીલો પણ અવશ્ય મતદાન કરવા કટિબદ્ધ થઈ રહ્યા છે. પ્રસ્તુત તસ્વીરમાં સંકલ્પ પત્ર ભરતાં વૃદ્ધા વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં ચોક્કસથી મતદાન કરવા સંકલ્પ લઈ રહ્યા છે તેમજ અન્ય યુવા મતદારો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે. જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અન્વયે તમામ નાગરિકો મતદાન કરવા પ્રેરાય તે માટે પૂરજોશમાં પ્રયાસ થઈ રહ્યા છે. ત્યારે જો વરિષ્ઠ નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરશે તો નવા મતદારો, યુવાનો, મહિલાઓ, ખેડૂતો, વ્યવસાયીઓ તથા અન્ય રોજગાર કરતા મતદારોને પ્રોત્સાહન મળશે. વયોવૃદ્ધ મતદારોના ઉત્સાહથી પ્રેરાઇને અન્ય મતદારો પણ લોકતંત્રને મજબુત કરવા માટે ચોક્કસ પ્રેરાશે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.