ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨
બોટાદ તાલુકા સેવા સદન ખાતે ૨૪ કલાક સતત કાર્યરત મીડિયા મોનિટરીંગ રૂમ
આચારસંહિતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા તેમજ પેઇડ ન્યુઝ પર બાજ નજર રાખવા માટે મીડિયા સર્ટીફીકેશન અને મોનીટરીંગ કમિટી(MCMC) એક્શન મોડમાં
વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અન્વયે ભારતીય ચૂંટણી પંચના માર્ગદર્શન અનુસાર રાજ્યનાં તમામ જિલ્લામાં માધ્યમ પ્રમાણીકરણ અને દેખરેખ નિયંત્રણ સમિતિ (Media Certification and Monitoring Committee(MCMC) ની રચના કરવામાં આવી છે. વિધાનસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને અમલમાં આવેલી આદર્શ આચારસંહિતાના નિયમો મુજબ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ તુરંત જ બોટાદ જિલ્લા ખાતે મીડિયા મોનિટરીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
બોટાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકીરીશ્રી વ જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ નિષ્પક્ષતા સાથે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે વિવિધ પ્રચાર માધ્યમો દ્વારા આચાર સંહિતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા તેમજ પેઇડ ન્યુઝ પર બાજ નજર રાખવા માટે મીડિયા સર્ટીફીકેશન અને મોનીટરીંગ કમિટી(MCMC)ની રચના કરવામાં આવી છે. જે અન્વયે તાલુકા સેવા સદનના પ્રથમ માળ ખાતે મીડિયા મોનિટરીંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જિલ્લા માહિતી કચેરી દ્વારા ૨૪ કલાક કાર્યરત મીડિયા કન્ટ્રોલ રૂમમાં શિફ્ટ વાઇઝ 3 ટીમ ગોઠવવામાં આવી છે.
મીડિયા મોનિટરીંગ રૂમમાં ફરજ બજાવતાં તમામ કર્મચારીશ્રીઓને મીડિયા સર્ટીફીકેશન અને મોનીટરીંગ કમિટીનાં સભ્ય સચિવ અને સહાયક માહિતી નિયામકશ્રી રાધિકા વ્યાસ દ્વારા કામગીરીની ચર્ચા-વિચારણા કરી આ કામગીરી માટે શું કરવાનું રહે છે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી બી.એ.શાહની અધ્યક્ષતામાં આ સમિતિ દ્વારા રાજકીય પક્ષો, ઉમેદવારો દ્વારા ન્યુઝ ચેનલો પર આપવામાં આવતી જાહેરાતો, પેઈડ ન્યુઝ અંગે ઓડિયો-વિઝયુઅલ રેકોર્ડિંગ અને ચેનલોના સતત મોનિટરીંગની કામગીરી આ સેન્ટરમાં થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ઉમેદવારો દ્વારા આપવામાં આવતાં પેઈડ ન્યૂઝ-જાહેરાતો જેવી બાબતો ઉપર MCMC કમિટી સતત ધ્યાન રાખી તેનું નિરીક્ષણ અને નિયંત્રણ કરવાની કામગીરી કરી રહી છે. કમિટી દ્વારા રાજકીય પક્ષો તરફથી ઈલેક્ટ્રોનિક માધ્યમોમાં પ્રચાર-પ્રસાર માટે તૈયાર કરવામાં આવતી જાહેરાતોને પ્રમાણિત કરવાની તથા ઉમેદવારોની તરફેણમાં ઉમેદવારો/સંસ્થા/ટેકેદારો તરફથી પ્રિન્ટ મીડિયામાં આપવામાં આવતી જાહેરાતો અંગેનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉધારવા અંગે(પેઈડ ન્યુઝ)ની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં વિજ્ઞાપનોનું પ્રમાણીકરણ તથા પેઈડ ન્યૂઝ સંબંધી તમામ ફરિયાદોની ચકાસણીનો સમાવેશ થાય છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.