કે.કે.વી હોલ પાસે સીકયુરીટી ગાર્ડનો ફાંસો ખાઇ આપઘાત
કે.કે. હોલ પાસે પંજાબ હોન્ડા, શો રૂમની બાજુમાં આવેલ ઇશાન રેસીડેન્સીમાં રહેતા અને ચોકીદારીનું કામ કરતા દિલ બહાદુર નેપાળી (ઉ.34) નામના યુવકે પોતાની ઓરડીમાં અગમ્ય કારણોસર પંખાના હુકમાં દોરડા વડે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે રેસીડેન્સીના રહેવાસીને જાણ થતા 108ને જાણ કરતા સારવારમાં સિવીલ હોસ્પિટલે ખસેડાયો હતો. જયાં ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાગળો કરી મૃતકના પરીવારને બનાવ અંગે જાણ કરવા તજવીજ હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.