વાવ વિધાનસભાના ભાજપના ઉમેદવાર જાહેર થતાં કાર્યકરોમાં કચવાટ. સુઈગામ ખાતે ભાજપનું કાર્યાલય બંધ રહ્યું. - At This Time

વાવ વિધાનસભાના ભાજપના ઉમેદવાર જાહેર થતાં કાર્યકરોમાં કચવાટ. સુઈગામ ખાતે ભાજપનું કાર્યાલય બંધ રહ્યું.


ખાસ કરીને રાજપૂત સમાજમાં રોષની લાગણી જોવા મળી.સોસીયલ મીડિયામાં વિરોધ નો મારો..

સુઇગામ તાલુકામાં ભાજપનું કાર્યાલય પણ બંધ જોવા મળ્યું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે,એમાં શાસક ભાજપ દ્વારા 160 ઉમેદવારોના નામોની યાદી જાહેર થતાં કેટલીક જગ્યાએ ધુરંધરોની ટીકીટ કપાઈ છે,તો ક્યાંક નાના કાર્યકરોને ટીકીટ આપી ભાજપે કોથળામાંથી બિલાડુ કાઢ્યું હોવાનો ઘાટ સર્જાયો છે,જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાની મહત્વની ગણાતી વાવ વિધાનસભામાં દિગગજ નેતા શંકરભાઇ ચૌધરીએ સીટ બદલી થરાદ ખાતે જતાં કાર્યકરો નારાજ થયા હતા,પરંતુ એમાંય ખાસ કરીને ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોરના નજીકના ગણાતા સ્વરૂપજી ઠાકોરને ટીકીટ અપાતા ભાજપ કાર્યકરોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો, એમાં ખાસ કરીને વાવ,થરાદ,સુઇગામ તાલુકામાં વર્ચસ્વ ધરાવતા રાજપૂત સમાજ દ્વારા વ્યક્તિગત વિરોધને લઈ ભાજપે ઘોષિત કરેલ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો સોસીયલ મીડિયામાં સખત વિરોધ કર્યો હતો.ભાજપ દ્વારા વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા કાર્યકરોમાંથી પસંદગી કરવાને બદલે ગત લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરનાર તેમજ GKTSના કાર્યકર અને અલ્પેશ ઠાકોર ના નજીકના મનાતા સ્વરૂપજી ઠાકોરને ટીકીટ આપી, ભાજપે જાતે કરીને જ વાવ સીટ કોંગ્રેસને ભેટ ધરી હોવાનો ગણગણાટ ભાજપના કાર્યકરોમાં જોવા મળ્યો હતો, ખાસ કરીને સુઇગામ તાલુકામાં ભાજપે ઘોષિત કરેલ ઉમેદવાર સામે રોષ હોઈ સુઇગામ ખાતેનું ભાજપ કાર્યાલય પણ દિવસ દરમ્યાન સદંતર બંધ રહ્યું હતું.

રિપોર્ટર-:જીતેન્દ્રસિંહ ઝાલા.
બનાસકાંઠા
મો.9904023862.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.