ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ - At This Time

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨


બોટાદ જિલ્લામાં ચૂંટણી સબંધી સમુહ કે કાફલામાં અથવા રેલી કે સરઘસમાં એકસાથે/સળંગ ૧૦ કરતાં વધુ વાહનો રાખી શકાશે નહી

બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે આદર્શ આચાર સંહિતા અમલમાં મુકવામા આવી છે. તેના સુચારૂ અમલ માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેશ્રી મુકેશ પરમારે એક જાહેરનામું પ્રસિધ્ધ કરી સમગ્ર બોટાદ જિલ્લામાં ચૂંટણી સબંધી કોઈ સરઘસ,રેલી કે કાફલા કે સમુહમાં કે કોઈ કાર્યક્રમમાં એક સાથે /સળંગ દશ (૧૦) કરતાં વધુ વાહનો રાખવા કે હંકારવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આથી સ્પષ્ટતા કરવામાં આવે છે કે કોઇ પણ ઉમેદવાર ઉમેદવારી પત્ર રજુ કરવા સંબધે જે કોઇ રેલી યા સરઘસનું આયોજન કરે તેને અલગ નિયંત્રણો લાગુ પડશે જેના આગળ જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે.

આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. ચૂંટણી અનુસંધાને ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ વ્યક્તિ / સંસ્થા દ્વારા ચૂંટણી સબંધી સરઘસ/રેલી કે તેવો કોઈપણ કાર્યક્રમ યોજવામાં આવશે. આ ચૂંટણીનું મતદાન મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. જે અન્વયે ભારતના ચૂંટણી પંચના હુકમથી ચૂંટણી સબંધી સમૂહ કે કાફલામાં કે રેલી / સરઘસમાં કોઈપણ સંજોગોમાં દશ (૧૦) કરતાં વધુ વાહનો રાખવા કે હંકારવાની મંજુરી મળવા પાત્ર નથી. જેને ધ્યાને લઈ સમગ્ર જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ અને કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને આદર્શ આચાર સંહિતાનું પાલન થાય તે માટે પગલા લેવાનું ઉચિત જણાયેલ છે.

આ જાહેરનામામાં તમામ પ્રકારના સરકારી / અર્ધ સરકારી વાહનો અપવાદ છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ળસમો સામે આઇ.પી.સી કલમ-૧૮૮ મુજબ ફરિયાદ દાખલ કરવાની રહેશે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડિયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.