હાઇકોર્ટના હુકમથી અંતે પોલીસે દેવાયત ખવડની ફરિયાદ નોંધી - At This Time

હાઇકોર્ટના હુકમથી અંતે પોલીસે દેવાયત ખવડની ફરિયાદ નોંધી


બે શખ્સે સોશિયલ મીડિયામાં અપમાનજનક ટિપ્પણી કરી હતી

ગુજરાતી લોકસાહિત્યકાર દેવાયત ખવડને સોશિયલ મીડિયાના માધ્યમથી અપમાનજનક ટિપ્પણીઓ કરી ગાળો ભાંડવાના બનાવની હાઇકોર્ટમાં થયેલી પિટિશન બાદ અંતે રાજકોટ પોલીસને ફરિયાદ નોંધવાની ફરજ પડી છે. યુનિવર્સિટી રોડ, ગોલ્ડનપાર્ક-2માં રહેતા લોકસાહિત્યકાર દેવાયતભાઇ દાનભાઇ ખવડની ફરિયાદ મુજબ, અગાઉ શેરીમાં કાર પાર્ક કરવા મુદ્દે પાડોશમાં રહેતા મયૂરસિંહ ચંપકસિંહ ઝાલા અને જીત મોડાસિયાએ સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર તા.29-9ના રોજ લાઇવ થઇ પોતાને ગાળો ભાંડી અપમાનજનક ટિપ્પણીઓ કરી હોવાનું ગત તા.30ના રોજ પોતાને જાણવા મળ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.