રાજકોટમાં 50% મતદાન મથકોમાં વેબકાસ્ટિંગ કરાશે : કલેક્ટર
આચારસંહિતા સહિતની જવાબદારી માટે 20 નોડલ ઓફિસરની નિમણૂક
રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થયા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અરૂણ મહેશ બાબુએ આદર્શ આચારસંહિતા અને ચૂંટણીના આયોજનને લઈને વિગતો જાહેર કરી હતી જેમાં તેમણે જિલ્લાની તમામ 8 વિધાનસભા બેઠકમાં 50 ટકા બૂથનું વેબકાસ્ટિંગ કરવા નિર્ણય લેવાયો છે. મતદાન મથકો વિશે તેમણે જણાવ્યું હતું કે, દરેક વિધાનસભા બેઠક દીઠ એક એવા 8 આદર્શ મતદાન મથક બનાવાશે. આ સિવાય 8 ઈકો ફ્રેન્ડલી મતદાન મથક હશે. આ સિવાય બે બૂથ એવા હશે જેમાં યુવા મતદારોને આકર્ષવા માટે તમામ યુવા અધિકારીઓ અને કર્મચારીઓ નિમાશે જેઓ પોતે પણ પહેલી વખત મતદાન કરતા હશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.