સભ્યોને રાત્રે 2 વાગ્યે ACની મિટિંગ રદના ઈ-મેલ મળ્યા! - At This Time

સભ્યોને રાત્રે 2 વાગ્યે ACની મિટિંગ રદના ઈ-મેલ મળ્યા!


કોલેજોના જૂના-નવા કોર્સના જોડાણ સહિતના મુદ્દે ચર્ચા થવાની હતી, હવે 14મીએ યોજાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુરુવારે સવારે 11.30 કલાકે સિન્ડિકેટ રૂમમાં એકેડેમિક કાઉન્સિલની બેઠક મળવાની હતી તે આગલા દિવસે અડધી રાત્રે રદ કરી દેતા અનેક સવાલો ઊભા થયા છે. જુદા જુદા 41 જેટલા મુદ્દે ચર્ચા થવાની હતી તે મિટિંગ અનિવાર્ય કારણ હોવાનું બહાનું ધરીને મોકૂફ રાખી છે. એકેડેમિક કાઉન્સિલના સભ્યોને રાત્રે 2 વાગ્યે ઈ-મેલ મળ્યા કે મિટિંગ મોકૂફ રાખવામાં આવી છે અને હવે સંભવત 14મીએ યોજવા વિચારણા ચાલી રહી છે. આ મિટિંગમાં જુદી જુદી 39 જેટલી કોલેજોના ચાલુ અને નવા કોર્સના જોડાણની મંજૂરી આપવા સહિતના મુદ્દે ચર્ચા થવાની હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.