સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી હોનારતનાં દિવંગતોને ભાવભીની અપાઈ શ્રધ્ધાંજલિ.
તા.02/11/2022/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, પોલિસ અધિક્ષકની કચેરી સહિતની કચેરીઓમાં
બે મિનિટનું મૌન પાળી પ્રાર્થના કરાઈ.
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં અવસાન પામેલ નાગરિકો પ્રત્યે સંવેદના વ્યકત કરવા આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે જિલ્લા કલેકટર કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરએ દિવંગત નાગરિકો માટે સંવેદના વ્યક્ત કરતા હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મૃતકોની આત્માને શાંતિ મળે તેમજ તેમજ તેમનાં પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ મળે તે માટે ઉપસ્થિત સૌએ પ્રાર્થના કરી હતી.પ્રાર્થનાસભાનાં પ્રારંભે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. વધુમાં આ તકે કલેક્ટરએ જિલ્લામાં આવેલ યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ ભીડ નિયંત્રણનું આયોજન કરવા અને આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવા પણ અધિકારીઓને તાકીદ કરી હતી આજે રાજકીય શોકનાં ભાગરૂપે સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય ધ્વજ પણ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. દુખની આ ઘડીમાં મૃતકોનાં પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરવા સમગ્ર જિલ્લાનાં તમામ ગામડાઓ અને નગરપાલિકાઓ આજ રોજ વિવિધ સ્થળોએ પ્રાથર્નાસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, પોલિસ અધિક્ષકની કચેરી, તમામ પ્રાંત-મામલતદાર કચેરીઓ,શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા માહિતી કચેરી સહિતની તમામ કચેરીઓ, પંચાયતો, પાલિકાઓમાં પ્રાર્થનાસભા યોજાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.