ભીલવાસમાં મોડીરાત્રે પસ્તીના ગોડાઉનમાં શોર્ટસર્કિટથી આગ ભભૂકી
ભીલવાસમાં આવેલ પસ્તીના ગોડાઉનમાં મોડીરાત્રે શોર્ટસર્કિટથી આગ ભભૂકી ઉઠી હતી. બનાવથી લોકોના ટોળા એકઠા થયાં હતાં,અને ફાયરબ્રિગેડને જાણ કરતાં ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાથી રૂ.5 લાખનું નુકશાન થયાનું જાણવા મળ્યું હતું.
બનાવ અંગેની વધું વિગત અનુસાર, ભીલવાસમાં આવેલ શેરી નં.4 માં આવેલ પેપર પસ્તીના ગોડાઉનમાં મોડીરાત્રે 3 વાગ્યે શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. જેમાં ધુમાડાના ગોટેગોટા નીકળતાં આસપાસના લોકો બહાર નીકળ્યાં હતાં અને ફાયરવિભાગ તેમજ ગોડાઉનના માલિકને જાણ કરી હતી.
મુખ્ય ફાયર સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને ગાડાઉનના માલિક કિશોરભાઈ દોડી આવ્યા હતાં. જેમને જણાવ્યું હતું કે આગથી અંદર રહેલી પેપર પસ્તી બળીને ખાખ થઈ જતાં રૂ.5 લાખનું નુકસાન થયું હતું. આગને કાબુમાં લેવાં ફાયરબ્રિગેડના શક્તિસિંહ અને તુલસીભાઈ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.