બોટાદ જિલ્લાના પરિશ્રમ ફાઉન્ડેશન ઢસા ખાતે અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો
મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને શિયાળુ શાકભાજી બીજની કિચન ગાર્ડનિંગની કીટ્સનું કરાયું વિતરણ
બોટાદ જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા સરકારશ્રીના બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ પૈકી અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ તાલીમ અંતર્ગત બોટાદ જિલ્લાના પરિશ્રમ ફાઉન્ડેશન ઢસા ખાતે તાલીમનુ આયોજન કરાયું હતું, જેમાં ૧૨૧ જેટલાં તાલીમાર્થીએ ભાગ લીધો.
આ વેળાએ બાગાયત નિરીક્ષકશ્રી એમ.એન.રાઠોડે તાલીમાર્થીઓને કિચન ગાર્ડનિંગ, અર્બન હોર્ટીકલ્ચર વિશે તાલીમ પુરી પાડી હતી. સાથોસાથ નાયબ બાગાયત નિયામકશ્રી જે.ડી.વાળાએ કાર્યક્રમને અનુરૂપ તથા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અને નવી યોજના કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર યોજના, કમલમ ફળ વાવેતર માટેની યોજના, મધમાખી પાલન વિશે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.
આ તાલીમ દરમિયાન પ્રશ્નોતરીમા તાલીમાર્થીઓએ ભાગ લઈ અધિકારીઓનો પણ ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દરેક લાભાર્થીઓને શિયાળુ શાકભાજી બીજની કિચન ગાર્ડનિંગ લગત કીટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.