રાજકોટ યાર્ડમાં મગફળીની આવક બંધ કરવી પડી, કપાસની આવક વધતા ભાવમાં ઘટાડો
યાર્ડમાં સપ્તાહના અંતમાં પડતર મગફળીનો નિકાલ નહિ થતા શનિવારે તેની આવક અટકાવવી પડી હતી, તો બીજી તરફ કપાસની આવક વધવાને કારણે તેના ભાવમાં ઘટાડો થયો હતો. વાતાવરણમાં વારંવાર પલટો આવતા અત્યારે મગફળીની આવક રજિસ્ટ્રેશન અને ટોકન સિસ્ટમથી સ્વીકારવામાં આવી રહી છે, તો બીજી તરફ લેવાલીના અભાવને કારણે અત્યારે મગફળીનો નિકાલ થતો નથી. જેથી મગફળીની આવક બંધ કરવી પડી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.