રાજકોટમાં દોઢ માસથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયો
રાજકોટ રસુલપરા વિસ્તારમાં દોઢ માસથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ સેનીફ બાદી અને ક્રાઈમ બ્રાંચની ટીમે દબોચી દવા અને મેડીકલ સાધનો મળી રૂ।.16 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.વધુ વિગત અનુસાર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ.વાય.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ અમીતભાઈ અગ્રવાત અને કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાણા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં
ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે રાજકોટમાં આવેલ રસુલપરા શકિતનગર સોસાયટી શેરી.નં.-1 સેનીફ હુશેન બાદી (ઉ.વ.23) કોઈ પણ જાતની મેડીકલ ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા દવાખાનું ચલાવે છે તેવિ માહીતીના આધારે દરોડો પાડી હુશેન બાદીને દબોચી મેડીકલ દવા તેમજ મેડીકલ સાધનો મળી રૂ।.16 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ હાથ ધરી હતી.વધુમાં બોગસ તબીબે પુછપરછમાં કબુલ્યું હતું કે તે પહેલા અન્ય દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો જયાના અનુભવ થી તેને દોઢ માસ પહેલા જ લાઈફ જનરલ કલીનીક નામે દવાખાનું ખોલ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.