રાજકોટમાં રૂપિયાની લેતી દેતીમાં બંદૂકના જોટોથી યુવકને માર મરાયો :
ગત મોડી રાત્રે રાજકોટની દોશી હોસ્પિટલ પાસે એક યુવક પર ઘાતક હુમલો થતા ચકચાર મચી ગઇ છે. સુત્રોમાંથી મળતી વિગત મુજબ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફોર્ચ્યુનર કારમાં આવીને કેટલાક શખ્સોએ યુવકને બ્લેક કલરનો બંદૂકનો જોટો, તલવાર, છરી, ધોકા, પાઇપ વડે માર માર્યાનો આક્ષેપ થયો છે. રૂપિયાની લેતી દેતીમાં સમગ્ર પ્રકરણ બન્યું હોવાનું અનુમાન છે.
પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મળતી વિગત મુજબ ગઈકાલે મોડી રાત્રે 2 વાગ્યે રામ નારાયણ લાવડીયા (ઉ.વ.36)ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત હાલતમાં ખસેડાયો હતો. જ્યાં તેણે પોલીસને માહિતી આપી હતી કે, તે ગોંડલ રોડ પર શિવનગર શેરી નં.11માં રહે છે. રાત્રે 1 વાગ્યે તે ઘર પાસે હતો ત્યારે કારમાં આવેલ હરપાલસિંહ જાડેજા અને અન્ય અજાણ્યા શખ્સોએ તેની સાથે ઝઘડો કરી માર માર્યો હતો.
આરોપીઓ પાસે છરી હતી. ઉપરાંત બંદૂકનો જોટો હતો જેના બટથી પડખાના ભાગે ઘા ફટકાર્યા હતા. એવી પણ વિગત મળી છે કે, આરોપીઓએ રૂપિયાની લેતી દેતી બાબતે ફોન કર્યા બાદ આવી માર માર્યો હતો. ઇજાગ્રસ્ત પ્રથમ માલવીયાનગર પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાંથી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.