પરીક્ષાના CCTV લાઈવ કરવાના દેશના પ્રથમ પ્રયોગનો 5 મહિનામાં જ ફિયાસ્કો
યુનિવર્સિટીના સ્થાપના દિને VCએ જાહેરાત કરી’તી: પરીક્ષા ચોરી અટકાવવામાં તંત્ર નિષ્ફળ.
અસામાજિક તત્ત્વો વિદ્યાર્થિનીઓને ટ્રેક કરતા હોવાનું કારણ આપી પરીક્ષાના CCTV બંધ કરાયા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપના દિને કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીએ કોલેજોમાં લેવાતી દરેક પરીક્ષા સીસીટીવી થકી લાઈવ કરવાની જાહેરાત હતી કરી હતી અને આ પ્રકારનો પ્રયોગ દેશમાં પ્રથમ વખત કર્યો હતો, પરંતુ માત્ર 5 જ મહિનાના ટૂંકા સમયગાળામાં દેશના પ્રથમ પ્રયોગનો ફિયાસ્કો થયો છે અને જાહેર જનતા માટે આ વ્યવસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બંધ કરી દીધી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.