રાજકોટ જિલ્લા કોર્ટમાં 35 ટકાથી વધુ કેસનો એક વર્ષમાં નિકાલ છતાં હજુ પણ 125607 કેસ પેન્ડિંગ
એક જ માસમાં 4208 કેસનો નિકાલ કરાયો પણ તેની સામે 6105 કેસ નવા દાખલ થયા.
29706 સિવિલ કેસની સામે તેનાથી 3 ગણા 95901 ક્રિમિનલ કેસ.
198 કેસની સુનાવણી 30 વર્ષથી વધુ સમયથી ચાલી રહી છે.
રાજકોટની જિલ્લા કોર્ટમાં ગત મહિને 4208 કેસનો નિકાલ કરાયો હતો એટલે કે દરરોજ 150થી વધુ કેસમાં ચુકાદા આવ્યા છે જે આંક ખૂબ મોટો છે પણ તેની સામે એક જ મહિનામાં નવા 6105 કેસ દાખલ થયા છે તેથી કોર્ટમાં પેન્ડિંગ કેસનો આંક ઘટતો દેખાતો નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.