રાજકોટ : લૂંટ અને ચીલઝડપના ગુનામાં સંડોવાયેલા પિતાએ સગી પુત્રીને વાસનાનો શિકાર બનાવી ગર્ભ રાખી દીધો
રાજકોટમાં લોહીના સંબધોને લાંછન લગાડતી સરમજનક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પંચનાથ પ્લોટ વિસ્તારમાં રહેતી 18 વર્ષની યુવતીની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા યુવતીને પેટમા દોઢ માસનો ગર્ભ હોવાનું બહાર આવતા માતાએ પૂછતા પુત્રીએ જણાવ્યું હતુ કે, તેના સગા પિતા છેલ્લા પાંચ વર્ષથી વારંવાર બળજબરીથી ન કરવાનું કરતો હોવાનું જણાવતા એ ડીવીઝન પોલીસે માતાની ફરિયાદ પરથી યુવતીના સગા પિતા સામે ગૂનો નોંધી તેની ધરપકડ કરી છે. જ્યારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી નરાધન પિતા અગાઉ લુટ અને ચીલ ઝડપના ગુનામાં છેલ્લી સજા ભોગવી ચુક્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પંચનાથ પ્લોટમાં આવેલ યુવતીને છેલ્લા પાંચ વર્ષથી તેના સગા પિતાએ ધમકાવી બળજબરીથી વારંવાર દૂષ્કર્મ આચરતો હોય શનિવારે બપોરે યુવતીની તબિયત લથડતા તેને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાતા તબીબે યુવતીને પેટમાં દોઢ માસનો ગર્ભ હોવાનું તેની માતાને જણાવતા માતાએ ફરિયાદ નોંધાવતા એ ડીવીજન પોલીસ મથકના મહિલા પીએસઆઈ ચૂડાસમા સહિતના સ્ટાફે પૂછપરછ કરતા યુવતી એક બહેનમાં એકની એક હોવાનું અને પિતા રિક્ષાચાલક હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતુ. પોલીસની વિશેષ પૂછપરછમાં પિતા અવાર-નવાર દૂષ્કર્મ આચરતો હોય અને છેલ્લા કેટલાક સમયથી માતાને પણ પુત્રી સાથે સગો પિતા છેડછાડ કરતો હોવાની શંકા હોય પરંતુ પુત્રી ડરના કારણે બોલતી ન હોવાનું જાણવા મળ્યું હતું.
જ્યારે ફરિયાદમાં તેની માતાએ વધુમાં કહ્યું હતું કે ભોગ બનનારી યુવતી એટલે કે તેની પોતાની સગી પુત્રી 13 વર્ષની હતી ત્યારે જ તેના નરાધમ સગા બાપે અવસરો શિકાર બનાવ્યો હતો બાદ તે સિલસિલો પાંચ વર્ષ સુધી ચાલ્યો હતો અને જો તેની પુત્રી કોઈને વાત કરે તો તે તેને ધમકી આપતો હતો અને તેની માતાને માર મારતો હતો જેથી ડરી ગયેલી સગીરે કોઈને વાત કરી ન હતી. પરંતુ તેને ગઈકાલે બ્લડિંગ ની તકલીફ થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેના સગા બાપની કરતૂતો બહાર આવી હતી. હાલ સમગ્ર પંથકમાં તેના નરાધમ પિતા ઉપર લોકો દ્વારા ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે.
નરાધમ પિતાનો કેસ એક પણ વકીલ નહિ લડે – અર્જુન પટેલે (પ્રમુખ – બાર એસોસિએશન )
બાર એસોસિએશનના પ્રમુખ અર્જુન પટેલે જણાવ્યું હતું કે, નરાધમ પિતાનું કેસ એક પણ વકીલ દ્વારા લડવામાં નહીં આવે અને કાયદાની જોગવાઈ જોવામાં આવે તો આમાં પોક્સોની પણ કલમો લગાડવામાં આવી છે. પોક્સોની કલમ 5 એ જોઈએ તો કોઈ પાલક પિતા, સગો પિતા હોય તો તે જાતીય હુમલાની વ્યાખ્યામાં આવે છે. આ ઘટનાને વધુ ગંભીરતાથી જોવામાં આવે છે. પોક્સો કલમ 6 હેઠળ ઓછામાં ઓછી 10 વર્ષની સજાની જોગવાઈ છે. કાયદાની જોગવાઈ પ્રમાણે આ કલમ હેઠળ ઓછામાં ઓછી 10 વર્ષની સજા અને વધુમાં વધુ આજીવન સજાની જોગવાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.